Suratના કીમ પોલીસ મથકના PI પી.સી. સરવૈયા સસ્પેન્ડ, SMCના દરોડા બાદ રાજ્ય પોલીસ વડાએ લીધા આકરા પગલાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. કીમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.સી. સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા કરવામાં આવ્યો છે. ગત 22 જૂનના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડીને રૂ.19 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન SMC એ વાહનો સહિત કુલ રૂ.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
3 આરોપીઓ ઝડપાયા, 13 હજુ પણ વોન્ટેડ
SMCના દરોડા દરમિયાન સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 13 જેટલા બુટલેગરો અને સંડોવાયેલા શખ્સો વોન્ટેડ જાહેર કરાયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા તેમજ SMC ના દરોડા બાદ કીમ પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા.
ફરજમાં બેદરકારી અને નિષ્ક્રિયતા બદલ કડક એક્શન
પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેવા અને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ DGP કચેરી દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. PI પી.સી. સરવૈયા પર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરીને તેમને મોકલી આપવામાં આવેલા સસ્પેન્શન ઓર્ડરથી સમગ્ર સુરત ગ્રામ્ય પોલીસ તંત્રમાં અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

