Suratના ઉધનામાં ડ્રાઈવરે 25 લાખના પાર્સલ કર્યા સગેવગે, પોલીસ થઈ દોડતી
સુરતમાં ટ્રાન્સપોર્ટ કંપનીના 25 લાખના પાર્સલ ડ્રાઈવરે સગેવગે કરી દેતા પોલીસ અને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દોડતા થઈ ગયા હતા,ઉધનામાં ડ્રાઈવરે પાર્સલ ચોરીને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે જેમાં મેનેજરને પાર્સલ ન મળ્યાનો કોલ મળતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે,આ સમગ્ર કેસમાં ઉધના પોલીસે 2 આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથધરી છે. ઉધના પોલીસે નોંધી ફરિયાદ ઉધના પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે,જેમાં ડ્રાઈવરે ચોરીનો અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે,સાથે સાથે પાર્સલ કયાં અને કોને આપ્યા છે તેને લઈ હજી માહિતી સામે આવી નથી,પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ સીસીટીવીની મદદ લીધી છે અને પાર્સલને કોઈ અન્ય વાહનમમાં મૂકવામાં આવ્યા છે કે નહી તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે. બોગસ સિક્કા બનાવી પાર્સલ લઈ લેતા થોડા દિવસ પૂર્વે ન્યુ સરદાર માર્કેટની અન્નપૂર્ણા ઇમ્પેક્ષમાંથી ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર પર કોલ આવ્યો હતો અને ઘણા સમયથી પાર્સલ નહિ મળ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતા ડ્રાઇવર શકીલ શેખ ટ્રાન્સપોર્ટમાંથી લઈ જવાયેલા પાર્સલ જે તે પેઢીને આપવાને બદલે લિંબાયત અંબાનગરમાં રહેતા સાદિક મહમદ પટેલને આપતો હોવાનું માલુમ પડ્યું હતું. સાદિક જે તે પેઢીની ડિલિવરી મળ્યા ની બોગસ રસીદ બનાવી સહી સિક્કા કરી આપતો હતો અને પાર્સલ પોતે લઈ લેતો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ટ્રાન્સપોર્ટ કંપનીના 25 લાખના પાર્સલ ડ્રાઈવરે સગેવગે કરી દેતા પોલીસ અને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દોડતા થઈ ગયા હતા,ઉધનામાં ડ્રાઈવરે પાર્સલ ચોરીને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે જેમાં મેનેજરને પાર્સલ ન મળ્યાનો કોલ મળતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે,આ સમગ્ર કેસમાં ઉધના પોલીસે 2 આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથધરી છે.
ઉધના પોલીસે નોંધી ફરિયાદ
ઉધના પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે,જેમાં ડ્રાઈવરે ચોરીનો અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે,સાથે સાથે પાર્સલ કયાં અને કોને આપ્યા છે તેને લઈ હજી માહિતી સામે આવી નથી,પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ સીસીટીવીની મદદ લીધી છે અને પાર્સલને કોઈ અન્ય વાહનમમાં મૂકવામાં આવ્યા છે કે નહી તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે.
બોગસ સિક્કા બનાવી પાર્સલ લઈ લેતા
થોડા દિવસ પૂર્વે ન્યુ સરદાર માર્કેટની અન્નપૂર્ણા ઇમ્પેક્ષમાંથી ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર પર કોલ આવ્યો હતો અને ઘણા સમયથી પાર્સલ નહિ મળ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતા ડ્રાઇવર શકીલ શેખ ટ્રાન્સપોર્ટમાંથી લઈ જવાયેલા પાર્સલ જે તે પેઢીને આપવાને બદલે લિંબાયત અંબાનગરમાં રહેતા સાદિક મહમદ પટેલને આપતો હોવાનું માલુમ પડ્યું હતું. સાદિક જે તે પેઢીની ડિલિવરી મળ્યા ની બોગસ રસીદ બનાવી સહી સિક્કા કરી આપતો હતો અને પાર્સલ પોતે લઈ લેતો હતો.