Somnath-Kodinar કોમર્શિયલ રેલ પ્રોજેકટનો વિરોધ બન્યો ઉગ્ર, આંદોલન માટે ખેડૂતો ઘડશે રણનીતિ

Jan 27, 2025 - 14:00
Somnath-Kodinar કોમર્શિયલ રેલ પ્રોજેકટનો વિરોધ બન્યો ઉગ્ર, આંદોલન માટે ખેડૂતો ઘડશે રણનીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમનાથ-કોડીનારમાં કોમર્શિયલ રેલ પ્રોજેકટનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. રેલ પ્રોજેક્ટને લઈને સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. ખેડૂતો પોતાની માંગને લઈને આગામી સમયમાં આંદોલન કરે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોમનાથ કોડીનાર - છારા ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટને લઈને રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે.

ખેડૂતોને નુકસાનની ભીતિ

સોમનાથ-કોડીનારના કોમર્શિયલ રેલ પ્રોજેકટથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. આ પ્રોજેક્ટના કારણે 1200થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનશે.જમીનના અભાવે આ ખેડૂતો પોતાનો મૂળ ખેતીનો વ્યવસાય કરી શકશે નહીં. આ ખેડૂતો તેમની જમીન પર પાકની વાવણી કર્યા બાદ બજારમાં તેનું વેચાણ કરતા હતા. ખેતી કરી ગુજરાન કરનારા ખેડૂતો જમીન વિહોણા થતાં પરિવાર માટે મોટું આર્થિક સંકટ આવી પડશે. આથી જ આ તમામ ખેડૂતોએ આ મુદ્દે બેઠક યોજી વિરોધની રણનીતિ ઘડી.ખેડૂતોની એક જ માંગ છે કે જાન દેંગે પણ જમીન નહીં દેંગે.

કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટ

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથમાં કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટ હાથ ધરાયો છે. બ્રોડગેજ રેલ પ્રોજેકટમાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના અનેક ગામોની જમીનનો ભાગ આવરી લેવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે 4 મહાકાય ઉદ્યોગોને લાભ અપાવવા તેમની જમીન આંચકી લેવામાં આવી છે. સોમનાથ-કોડીનારના કોમર્શિયલ રેલ પ્રોજેકટને લઈને 30થી વધુ ગામના 4000 ખેડૂતની જમીન સંપાદિત કરવામાં આવશે. ખાસ કરીને ગીર સોમનાથના ત્રણ તાલુકા સુત્રાપાડા વેરાવળ અને કોડીનારના ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરાતા 1200થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનશે.

જીવન નિર્વાહ માટે મુશ્કેલી

રેલ પ્રોજેક્ટને લઈને આ વિસ્તારના ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ફળદ્રુપ જમીનને પ્રોજેકટમાં આવરી લેવા બિનફળદ્રુપ બતાવવામાં આવી છે.ખેડૂતોમાં ભય છે કે જમીન વિહોણા થતાં તેમના જીવનનિર્વાહની સમસ્યા વધુ ઘેરી બનશે. સરકાર દ્વારા આ મામલે નક્કર ઉકેલ લાવવો જરૂરી છે. જમીન સંપાદિત થયા બાદ તેઓ કેવી રીતે તેમનું ગુજરાન કરે તેને લઈને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. આથી જ એકતા મંચના નેજા હેઠળ ખેડૂતો પોતાની માંગ પૂર્ણ કરાવવા વિરોધ શરૂ કર્યો છે અને આગામી સમયમાં આ મુદ્દે આંદોલન પણ છેડાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0