SHE ટીમના મહિલા સ્ટાફને ધમકી આપનારને પોલીસે સબક ન શીખવ્યો
અમદાવાદ,બુધવારઆનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પહેલા સાંજના સમયે મહિલા પોલીસની સી ટીમના સભ્યોની ગાડીને ઓવરટેક કરવાના મામલે ચાર માથાભારે ગુંડાઓએ જાહેરમાં ધમકી આપીને ભયનો માહોલ સર્જયો હતો. આ કેસમાં મહિલા એલઆરડી સ્ટાફે પોલીસ કંટ્રોલ રૂમની મદદ લઇને આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. ત્યારે મહિલા પોલીસ સ્ટાફને જ જાહેરમાં ધમકી આપનાર આરોપીઓની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને છાવર્યા હોય તેમ કેસની તપાસની કામગીરીના ભાગરૂપે રી-કન્ટ્રક્શન પણ યોગ્ય રીતે નહી કરીને ખુબ પોલીસના સ્ટાફનું મનોબળ તોડવાનું કામ કર્યું હોવાની સ્થાનિક સ્ટાફ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં માથાભારે આરોપીઓનો ભય સ્થાનિક લોકોમાં ન રહે તે માટે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શનની કામગીરી કરવામાં આવે છે. પરતુ, આ કેસમાં આનંદનગર પોલીસની આ મામલે નકારાત્મક ભૂમિકા સામે આવી છે. આનંદનગર પોલીસ સ્ટેશનની સી ટીમમાં ફરજ બજાવતા એલઆરડી વર્ષાબેન, એલઆરડી વનિતાબેન અને એલઆરડી વૈશાલીબેન સોમવારે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં નિર્ભયા પ્રોજેક્ટના કેમેરા તપાસવાની કામગીરીમાં હતા ત્યારે તેમની સરકારી વાનની પાછળ આવી રહેલી ઇકો કારના ચાલકે દાદાગીરી કરીને ઓવરટેક કરવા માટે સતત હોર્ન વગાડ્યા બાદ સરકારી વાનને ઓવરટેક કરીને આંતરીને ઉભી રાખીને મહિલા પોલીસ સ્ટાફને ધમકી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પહેલા સાંજના સમયે મહિલા પોલીસની સી ટીમના સભ્યોની ગાડીને ઓવરટેક કરવાના મામલે ચાર માથાભારે ગુંડાઓએ જાહેરમાં ધમકી આપીને ભયનો માહોલ સર્જયો હતો. આ કેસમાં મહિલા એલઆરડી સ્ટાફે પોલીસ કંટ્રોલ રૂમની મદદ લઇને આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. ત્યારે મહિલા પોલીસ સ્ટાફને જ જાહેરમાં ધમકી આપનાર આરોપીઓની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને છાવર્યા હોય તેમ કેસની તપાસની કામગીરીના ભાગરૂપે રી-કન્ટ્રક્શન પણ યોગ્ય રીતે નહી કરીને ખુબ પોલીસના સ્ટાફનું મનોબળ તોડવાનું કામ કર્યું હોવાની સ્થાનિક સ્ટાફ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં માથાભારે આરોપીઓનો ભય સ્થાનિક લોકોમાં ન રહે તે માટે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શનની કામગીરી કરવામાં આવે છે. પરતુ, આ કેસમાં આનંદનગર પોલીસની આ મામલે નકારાત્મક ભૂમિકા સામે આવી છે. આનંદનગર પોલીસ સ્ટેશનની સી ટીમમાં ફરજ બજાવતા એલઆરડી વર્ષાબેન, એલઆરડી વનિતાબેન અને એલઆરડી વૈશાલીબેન સોમવારે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં નિર્ભયા પ્રોજેક્ટના કેમેરા તપાસવાની કામગીરીમાં હતા ત્યારે તેમની સરકારી વાનની પાછળ આવી રહેલી ઇકો કારના ચાલકે દાદાગીરી કરીને ઓવરટેક કરવા માટે સતત હોર્ન વગાડ્યા બાદ સરકારી વાનને ઓવરટેક કરીને આંતરીને ઉભી રાખીને મહિલા પોલીસ સ્ટાફને ધમકી આપી હતી.