Shastra Project: રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા ગુજરાત પોલીસનો ખાસ પ્રોજેક્ટ

Feb 18, 2025 - 17:30
Shastra Project: રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા ગુજરાત પોલીસનો ખાસ પ્રોજેક્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડેટા ડ્રીવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી ગુજરાત રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઈ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો બારીક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત અભ્યાસમાં ક્રાઈમ ટ્રેન્ડ અને હોટ સ્પોટનું વિશ્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશ્નરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવ્યા છે.

શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત ઈવનિંગ પોલિસિંગ પર ભાર મુકાયો

જ્યાં સાંજે 6થી રાત્રે 12 દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂપે ‘SHASTRA’ (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આ ગુનાઓને નિયંત્રણમાં રાખવા મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસીસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઈલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે 25 ટકા ગુનાઓ 4 મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહીં, આ ગુનાઓ પૈકી 45 ટકા ગુનાઓ સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે.

33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાર મુકાશે

તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના 50 પોલીસ સ્ટેશન પૈકી 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ શરીર સંબંધી 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યુ છે. તે જ રીતે સુરત શહેરના કુલ 33 પોલીસ સ્ટેશન પૈકી 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં, વડોદરા શહેરના કુલ 27 પોલીસ સ્ટેશન પૈકી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રાજકોટ શહેરના કૂલ 15 પોલીસ સ્ટેશન પૈકી 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે.

શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઉંચું

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ડિટેઈલ એનાલીસીસને અંતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે હોટસ્પોટ બનેલા ચાર મહાનગરોના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાં SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan)પ્રોજેક્ટ અમલમાં મુકી “Evening Policing” પર ખાસ ભાર મુક્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સાંજે 6થી રાત્રે 12 વાગ્યા વચ્ચે વિશેષ પોલિસિંગ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બને. તે ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનો, જ્યાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઉંચું છે, ત્યાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. SHASTRA ટીમો દરેક પોલીસ સ્ટેશન માટે નિશ્ચિત કરવામાં આવશે અને તેમનો રોલકોલ સાંજે 8 વાગ્યાને બદલે દરરોજ સાંજે 6 વાગ્યે લેવાશે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, “SHASTRA પ્રોજેક્ટ માત્ર ગુનાઓ પર અંકુશ જ નહીં, પરંતુ શહેરના નાગરિકોને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવવાનો પણ પ્રયાસ છે. ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, જો આપની આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહયોગ આપશો.

SHASTRA પ્રોજેક્ટ હેઠળના પોલીસ દ્વારા લેવાશે આ મહત્વના પગલાં

  • સાંજે 6થી રાત્રે 12 વાગ્યા વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ટીમો તૈનાત કરાશે.
  • પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર દરોડા અને ફુટ પેટ્રોલીંગ વધારાશે.
  • આ 33 મુખ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવશે.
  • સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવશે અને 135 GP એક્ટ હેઠળ વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
  • દરેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી વધુ મજબૂત બનાવાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0