Sayla: મોર્નિંગ ક્લબના યુવાનોએ રક્તદાન શિબિર થકી થર્ટી ફર્સ્ટ ઊજવી

Jan 1, 2025 - 03:30
Sayla: મોર્નિંગ ક્લબના યુવાનોએ રક્તદાન શિબિર થકી થર્ટી ફર્સ્ટ ઊજવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલામાં રમતગમત ને જીવંત રાખનાર યુવાનો દ્વારા મોર્નિંગ ક્રિકેટ ક્લબના બેનર તળે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી નિમિતે પણ યુવાનોએ કંઇક નવું અને અલગ એવું સેવાકાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો અને વર્ષના અંતિમ દિવસ એટલે કે તા. 31મી ડિસેમ્બરના રોજ મેદાન પર જ રક્તદાન શિબિર યોજવાનો પ્રસ્તાવ રજુ કરતા સહુ રમતપ્રેમી યુવાનોએ વધાવી લીધો હતો.

નવા વર્ષની ઉજવણીમાં અન્ય ખોટા ખર્ચ, દેખાડા તેમજ નશાના દુષણોથી ગામનો યુવાન અલિપ્ત રહે અને આ દિવસે સેવાકાર્ય સાથે જોડાય તેવા શુભ આશયથી યોજાયેલ કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાઇને રક્તદાન કર્યું હતું. આ સેવાકાર્યમાં ગામના તમામ સમાજના સામાજિક,રાજકીય અગ્રણીઓ સહિતના જોડાયા હતા અને યુવાનોના આ કાર્યની સરાહના કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક સાયલા ગામના ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા આયોજિત કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે રક્તદાન કેમ્પ પણ રમતના મેદાનની પીચ પર જ રાખી સેવાનો સંદેશ અપાયો હતો. મોર્નિંગ ક્રિકેટ ક્લબ 30થી વધુ યુવાનો દ્વારા આયોજિત આ સેવાકાર્યમાં શતકવીર રક્તદાતા એવા શબ્બીરભાઇ દારુગર તથા હોમગાર્ડ યુનિટ ના દિપકભાઇ સોલંકીનું સન્માન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં 144 જેટલા રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરાયું હતું. જેમાં બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં હાઇસ્કૂલના મેદાનને સમતળ કરતા યુવાનો મોબાઇલ છોડી રમતગમત તરફ્ પ્રેરાઈ રહ્યા છે. જ્યારે વહેલી સવારે મોર્નિંગ વોક કરતા નાગરિકો માટે પણ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. યુવાનો દ્વારા દાતાઓના સહયોગથી મેદાન ફર તે મોટીસંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આ સ્થળ પરના વૃક્ષો મોટા થતાં હરિયાળી સર્જવાની યુવાનોને આશા છે.

મોર્નિંગ ક્રિકેટ ક્લબના માધ્યમથી યુવાનો દ્વારા દિવસ અને રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થતી આવકથી પણ અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે. ત્યારે વ્યવસાય કે નોકરી સાથે જોડાયેલા રમતવીરોએ વર્ષના અંતિમ દિવસની ઉજવણી પણ અનોખી રીતે કરતા તમામ નાગરિકોએ યુવાનોની સેવા ભાવનાને બિરદાવી હતી. મોર્નિંગ ક્રિકેટ ક્લબના રામભાઇ ઠાકરના જણાવ્યા મુજબ અમારું એક જ ધ્યેય છે. ગામનો યુવાન મોબાઇલ છોડી મેદાનમાં આવે અને સાથે સાથે સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાય તેવી નેમ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0