Sayla: ધાંધલપુરના સોલાર પાવર પ્લાન્ટમાંથી કેબલ ચોરનાર સીતાગઢના રીઢા ચોરને દબોચી લીધો
સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી રહેણાંક સાથે આજુબાજુ ના સોલાર પ્લાન્ટમાં ચોરીઓની ઘટનાઓ બનવા સાથે તસ્કરો નો આતંક છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે છ માસ પહેલા ધાંધલપુર સીમમાં આવેલા સોલાર પેનલ પ્લાન્ટમાં થયેલ ચોરીમાં સંડોવાયેલા રીઢા તસ્કરને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દબોચી લેવામાં સફ્ળતા પ્રાપ્ત કરી હતી.એલસીબી દ્વારા ઝડપાયેલ આરોપી ની ક્રાઇમ કુંડળી તપાસતા તે સાયલાના સીતાગઢ ગામનો હોવાનું તેમજ તેણે છેલ્લા છ વર્ષ દરમ્યાન અલગ અલગ સાત જેટલી જગ્યા એ કરેલી ચોરીમાં તેના પર કુલ 6 પોલીસ સ્ટેશન માં ગુનાઓ દાખલ થયાની ચોંકાવનારી હકીકત ઉજાગર થવા પામી છે. સાયલા પંથકમાં ઘરફેડ ચોરી, વાહન ચોરીના સહિતના ગુનાઓ નું પ્રમાણ વધતાં જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલ સૂચનાઓ ને લઇ એલસીબી એ વણઉકેલ્યા ગુનાઓ ને ઉજાગર કરવા વિશેષ કામગીરી હાથ ધરી ધાંધલપુરની સીમમાં આવેલ સોલાર પાવર પ્લાન્ટ માં બનેલ ચોરીની ઘટનામાં સામેલ આરોપી બાબતે તપાસ હાથ ધરી સીતાગઢ ગામે રહેતા અને અનેક તસ્કરીના ગુનામાં સંડોવાયેલા એવા કરશન ઉર્ફે કસો ઉર્ફે સગુણા રામજીભાઇ થરેશાને ચોરેલા તાંબાના વાયરના જથ્થા સાથે દબોચી લીધો હતો. રીઢો ગુનેગાર એવો કરશન કોપર વાયરના જથ્થાને વહેંચે તે પહેલાં ઝડપાઇ જતાં તેની પાસેથી 90 કિલો કોપર વાયર જેની કિંમત 58800 રુ. ગણી તેને લોકઅપ હવાલે કર્યો હતો. ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના ધાંધલપુર ગામ પાસે આવેલ હાઇબોન્ડ સોલાર પાવર પ્લાન માં ગત જાન્યુઆરી તેમજ મે મહિનામાં બે વખત કેબલ ચોરીની ઘટના માં આશરે સાડા આઠ હજાર મીટર કેબલ ચોરાયાની ફરિયાદો નોંધાવા છતાં સ્થાનિક પોલીસ આરોપી સુધી પહોંચવામાં અસફ્ળ રહી હતી.ગત ઓગસ્ટ મહિનામાં પણ ધજાળા પોલીસ સ્ટેશન નીચે આવતા નોલી તથા ગઢ શિરવાણીયા ગામે પણ ઘરફેડ ચોરીઓની ઘટનાઓ માં લાખોની મતાની ચોરી ના બનાવોમાં પણ સ્થાનિક પોલીસ ને હાથ હજુ સુધી કઇ આવ્યું નથી ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે રીઢા તસ્કરને દબોચી લેતા સબ સલામત ના દાવાઓ કરતી ધજાળા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી રહેણાંક સાથે આજુબાજુ ના સોલાર પ્લાન્ટમાં ચોરીઓની ઘટનાઓ બનવા સાથે તસ્કરો નો આતંક છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે છ માસ પહેલા ધાંધલપુર સીમમાં આવેલા સોલાર પેનલ પ્લાન્ટમાં થયેલ ચોરીમાં સંડોવાયેલા રીઢા તસ્કરને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દબોચી લેવામાં સફ્ળતા પ્રાપ્ત કરી હતી.
એલસીબી દ્વારા ઝડપાયેલ આરોપી ની ક્રાઇમ કુંડળી તપાસતા તે સાયલાના સીતાગઢ ગામનો હોવાનું તેમજ તેણે છેલ્લા છ વર્ષ દરમ્યાન અલગ અલગ સાત જેટલી જગ્યા એ કરેલી ચોરીમાં તેના પર કુલ 6 પોલીસ સ્ટેશન માં ગુનાઓ દાખલ થયાની ચોંકાવનારી હકીકત ઉજાગર થવા પામી છે. સાયલા પંથકમાં ઘરફેડ ચોરી, વાહન ચોરીના સહિતના ગુનાઓ નું પ્રમાણ વધતાં જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલ સૂચનાઓ ને લઇ એલસીબી એ વણઉકેલ્યા ગુનાઓ ને ઉજાગર કરવા વિશેષ કામગીરી હાથ ધરી ધાંધલપુરની સીમમાં આવેલ સોલાર પાવર પ્લાન્ટ માં બનેલ ચોરીની ઘટનામાં સામેલ આરોપી બાબતે તપાસ હાથ ધરી સીતાગઢ ગામે રહેતા અને અનેક તસ્કરીના ગુનામાં સંડોવાયેલા એવા કરશન ઉર્ફે કસો ઉર્ફે સગુણા રામજીભાઇ થરેશાને ચોરેલા તાંબાના વાયરના જથ્થા સાથે દબોચી લીધો હતો. રીઢો ગુનેગાર એવો કરશન કોપર વાયરના જથ્થાને વહેંચે તે પહેલાં ઝડપાઇ જતાં તેની પાસેથી 90 કિલો કોપર વાયર જેની કિંમત 58800 રુ. ગણી તેને લોકઅપ હવાલે કર્યો હતો. ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના ધાંધલપુર ગામ પાસે આવેલ હાઇબોન્ડ સોલાર પાવર પ્લાન માં ગત જાન્યુઆરી તેમજ મે મહિનામાં બે વખત કેબલ ચોરીની ઘટના માં આશરે સાડા આઠ હજાર મીટર કેબલ ચોરાયાની ફરિયાદો નોંધાવા છતાં સ્થાનિક પોલીસ આરોપી સુધી પહોંચવામાં અસફ્ળ રહી હતી.ગત ઓગસ્ટ મહિનામાં પણ ધજાળા પોલીસ સ્ટેશન નીચે આવતા નોલી તથા ગઢ શિરવાણીયા ગામે પણ ઘરફેડ ચોરીઓની ઘટનાઓ માં લાખોની મતાની ચોરી ના બનાવોમાં પણ સ્થાનિક પોલીસ ને હાથ હજુ સુધી કઇ આવ્યું નથી ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે રીઢા તસ્કરને દબોચી લેતા સબ સલામત ના દાવાઓ કરતી ધજાળા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠયા છે.