Sayla: તાલુકાના રાતડકી ગામે અગાઉના મનદુઃખને લઈ ત્રણનો યુવાન પર હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલાના રાતડકી ગામના કુલદીપભાઇ જેઠાભાઇ હણ નામના યુવાનની વાડીમાં ત્રણેક મહિના પહેલા બાજુની વાડીવાળા વાઘા ભુરાભાઇ લળતુકાના માલઢોર ઘુસી જતા બહાર કાઢવાના મુદ્દે મનદુઃખ સર્જાયું હતું. આ બાબતે સાંજના સમયે પોતાની ફેરવ્હીલ લઈ ધાંધલપુરથી રાતડકી જતા કુલદીપભાઇ સાથે ડમ્પર લઇ આવેલા રાતડકીના ગોપાલ પોલાભાઇ તથા વિજય ઉર્ફે કાળુ નથુભાઈએ બોલાચાલી કરી કહેલ કે તું મારી સામે આ રસ્તે નીકળતો નહીં નહીંતર ટાંટિયા ભાંગી નાખીશની ધમકી આપી જતા રહ્યા હતા. આ માથાકૂટ થયા બાદ ફરિયાદી ઘરે આવી પોતાનું ટ્રેક્ટર લઈ વાડીએ મજૂર લેવા જવા સમયે રસ્તા પર ડમ્પર આડુ ઊભું રાખીને ઊભેલા ગોપાલ તથા વિજય ઉર્ફે કાળુએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. મારામારીની ઘટના વખતે બે સાથે ત્યાં બાઈક લઇ આવી ચડેલા વાઘા ભુરાભાઇ લળતુકા દ્વારા પણ હુમલો કરતા યુવાને રાડારાડી કરી દેકારો કરતા ત્યાંથી નીકળેલા સ્થાનિક કુટુંબોએ ત્રણે લોકોના માર મારતા અટકાવી યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ મામલે કુલદીપભાઇ જેઠાભાઇ હણ દ્વારા ત્રણેય સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા ધજાળા પોલીસે ગુનો નોંધ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

