Satlasana: APMCમાં મગફળીમાં ખામી ન કાઢવા 4,500ની લાંચ લેતો ગોડાઉન મેનેજર ઝડપાયો
મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે થતી ખેડૂતોના પાકોની ખરીદીમાં પણ કટકી થતી હોવાનો ઘટસ્ફેટ થયો છે. સતલાસણા APMCમાં ટેકના ભાવે મગફ્ળીની ખરીદીમાં 2થી 6 હજાર લાંચ લેવાતી હોવાનું મહેસાણા ACBના છટકામાં બહાર આવ્યું હતું. ACB દ્વારા 4500ની લાંચ લેતા મંડળીના ખાનગી ગોડાઉન મેનેજરને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ગાંધીનગર ACBને સોંપવામાં આવી હતી.મહેસાણા જિલ્લામાં અગાઉ પણ ટેકાના ભાવે ખેડૂતો સાથે ખોટું થતું હોવાનો ખેરાલુ APMC સહિતની જગ્યાએ વિવાદ સામે આવ્યો હતો. જોકે કેટલાક કૌભાંડી અધિકારીઓની વગ તળે સતત આ પ્રકારના મામલા દબાઈ જતા તે અધિકારીઓ સામે માત્ર જિલ્લા બહાર બદલીનો ગંજીપો ચિપીને તેમને ફરીથી પુનઃ મહેસાણા જિલ્લામાં ફરજ પર લાવવામાં પણ આવ્યા છે. ત્યારે તંત્રની જ મેલી મુરાદ વચ્ચે વધુ એક વાર સતલાસણા APMCમાં ટેકાના ભાવે થતી મગફ્ળીની ખરીદીમાં કટકી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મહેસાણા ACBને મળેલ રજુઆત આધારે મગફ્ળીની ખરીદીમાં પ્રત્યેક ગાડીએ 2 થી 6 હજાર લાંચ માંગવામાં આવતી હતી. વાહન ભાડે કરી મગફ્ળી વેચવા આવતા ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા ગોડાઉન મેનેજર દ્વારા છેલ્લા 2 મહિનાથી તેમની મગફ્ળીમાં ખામી નહિ કાઢવા અંગે લાંચ માંગવામાં આવતી હોવાની ભારે ચર્ચાઓ જાગી હતી. જ્યારે અંગે રજુઆત મળતા જ મહેસાણા ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં ટેકાના ભાવે મગફ્ળી વેચવા આવેલ ખેડૂત પાસે ગોડાઉન મેનેજરે 5000 માંગતા રકઝકને અંતે 4500 રૂ.ની લાંચ સ્વીકારતા ગોડાઉન મેનેજર રંગે હાથ ઝડપાઇ આવ્યો હતો. ACB દ્વારા લાંચીયા ગોડાઉન મેનેજર કલ્યાણ ઉર્ફે કલાજી મસાજી ઠાકોરની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી સામે ACBની ટીમે ગુનો નોંધી સદર કેસની તપાસ ગાંધીનગર ACBને સોંપી હતી. ACB દ્વારા આ પ્રવૃત્તિમાં કેટલા સમય થી લાંચીયા ગોડાઉન મેનેજરે કેટલી લાંચ લીધી છે અને તેની આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાશે. ટેકાના ભાવે મગફ્ળી ખરીદીનું કૌભાંડ ACBના છટકામાં સામે આવ્યું સતલાસણા જેવા પછાત વિસ્તારમાં ખેતી પર નભતા લોકો જ્યારે પોતાની મગફ્ળી લઈ વાહન ભાડે કરી સતલાસણા APMC માં વેચવા જાય ત્યારે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતા ગોડાઉન મેનેજર દ્વારા તેમની મગફ્ળીમાં ખામી નહિ કાઢવા પેટે લાંચ માંગવામાં આવતી હતી. જોકે 2 મહિના થી ચાલતી આ ટેકાના ભાવની મગફ્ળીની ખરીદીમાં લાંચીયા બાબુએ લાંચ લેવામાં માજા મૂકી દેતા ખેડૂતો અકળાયા હતા. તેવામાં જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરતા મંડળીનો ખાનગી વ્યક્તિ ગોડાઉન મેનેજર તરીકે 4500ની લાંચ લેતા મહેસાણા ACBના છટકામાં ઝડપાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. કેટલા ખેડૂતોને લૂંટયા અને આ કૌભાંડમાં કયાં સરકારી બાબુની સંડોવણી? ટેકના ભાવે ખરીદી થતા સેન્ટરની મુખ્ય જવાબદારી પુરવઠા શાખાની હોય છે ત્યારે સતલાસણા APMCમાં 2 માસ થી ચાલતા આ કૌભાંડમાં કેટલા ખેડૂતો લૂંટાયા અને આ 2 મહિના દરમિયાન ગોડાઉન મેનેજર પર ક્યાં સરકારી બાબુઓની રહેમ નજરથી આ કૌભાંડ ફૂલ્યું ફલ્યું હતું, તે પણ તપાસનો વિષય રહ્યો છે. ત્યારે ACBની આ તપાસમાં કેવા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે તે જોવું રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે થતી ખેડૂતોના પાકોની ખરીદીમાં પણ કટકી થતી હોવાનો ઘટસ્ફેટ થયો છે. સતલાસણા APMCમાં ટેકના ભાવે મગફ્ળીની ખરીદીમાં 2થી 6 હજાર લાંચ લેવાતી હોવાનું મહેસાણા ACBના છટકામાં બહાર આવ્યું હતું. ACB દ્વારા 4500ની લાંચ લેતા મંડળીના ખાનગી ગોડાઉન મેનેજરને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ગાંધીનગર ACBને સોંપવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં અગાઉ પણ ટેકાના ભાવે ખેડૂતો સાથે ખોટું થતું હોવાનો ખેરાલુ APMC સહિતની જગ્યાએ વિવાદ સામે આવ્યો હતો. જોકે કેટલાક કૌભાંડી અધિકારીઓની વગ તળે સતત આ પ્રકારના મામલા દબાઈ જતા તે અધિકારીઓ સામે માત્ર જિલ્લા બહાર બદલીનો ગંજીપો ચિપીને તેમને ફરીથી પુનઃ મહેસાણા જિલ્લામાં ફરજ પર લાવવામાં પણ આવ્યા છે. ત્યારે તંત્રની જ મેલી મુરાદ વચ્ચે વધુ એક વાર સતલાસણા APMCમાં ટેકાના ભાવે થતી મગફ્ળીની ખરીદીમાં કટકી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મહેસાણા ACBને મળેલ રજુઆત આધારે મગફ્ળીની ખરીદીમાં પ્રત્યેક ગાડીએ 2 થી 6 હજાર લાંચ માંગવામાં આવતી હતી.
વાહન ભાડે કરી મગફ્ળી વેચવા આવતા ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા ગોડાઉન મેનેજર દ્વારા છેલ્લા 2 મહિનાથી તેમની મગફ્ળીમાં ખામી નહિ કાઢવા અંગે લાંચ માંગવામાં આવતી હોવાની ભારે ચર્ચાઓ જાગી હતી. જ્યારે અંગે રજુઆત મળતા જ મહેસાણા ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં ટેકાના ભાવે મગફ્ળી વેચવા આવેલ ખેડૂત પાસે ગોડાઉન મેનેજરે 5000 માંગતા રકઝકને અંતે 4500 રૂ.ની લાંચ સ્વીકારતા ગોડાઉન મેનેજર રંગે હાથ ઝડપાઇ આવ્યો હતો. ACB દ્વારા લાંચીયા ગોડાઉન મેનેજર કલ્યાણ ઉર્ફે કલાજી મસાજી ઠાકોરની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી સામે ACBની ટીમે ગુનો નોંધી સદર કેસની તપાસ ગાંધીનગર ACBને સોંપી હતી. ACB દ્વારા આ પ્રવૃત્તિમાં કેટલા સમય થી લાંચીયા ગોડાઉન મેનેજરે કેટલી લાંચ લીધી છે અને તેની આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાશે.
ટેકાના ભાવે મગફ્ળી ખરીદીનું કૌભાંડ ACBના છટકામાં સામે આવ્યું
સતલાસણા જેવા પછાત વિસ્તારમાં ખેતી પર નભતા લોકો જ્યારે પોતાની મગફ્ળી લઈ વાહન ભાડે કરી સતલાસણા APMC માં વેચવા જાય ત્યારે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતા ગોડાઉન મેનેજર દ્વારા તેમની મગફ્ળીમાં ખામી નહિ કાઢવા પેટે લાંચ માંગવામાં આવતી હતી. જોકે 2 મહિના થી ચાલતી આ ટેકાના ભાવની મગફ્ળીની ખરીદીમાં લાંચીયા બાબુએ લાંચ લેવામાં માજા મૂકી દેતા ખેડૂતો અકળાયા હતા. તેવામાં જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરતા મંડળીનો ખાનગી વ્યક્તિ ગોડાઉન મેનેજર તરીકે 4500ની લાંચ લેતા મહેસાણા ACBના છટકામાં ઝડપાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
કેટલા ખેડૂતોને લૂંટયા અને આ કૌભાંડમાં કયાં સરકારી બાબુની સંડોવણી?
ટેકના ભાવે ખરીદી થતા સેન્ટરની મુખ્ય જવાબદારી પુરવઠા શાખાની હોય છે ત્યારે સતલાસણા APMCમાં 2 માસ થી ચાલતા આ કૌભાંડમાં કેટલા ખેડૂતો લૂંટાયા અને આ 2 મહિના દરમિયાન ગોડાઉન મેનેજર પર ક્યાં સરકારી બાબુઓની રહેમ નજરથી આ કૌભાંડ ફૂલ્યું ફલ્યું હતું, તે પણ તપાસનો વિષય રહ્યો છે. ત્યારે ACBની આ તપાસમાં કેવા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે તે જોવું રહેશે.