શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવાયા તથા હજારીગલ ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો એવં સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શણગાર કરવામાં આવ્યો છે.
દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવાયો
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને હજારીગલ અને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે જેમાં સેવંતીના લાલ ફૂલો વડે “શ્રીરામ”લખવામાં આવ્યું અને દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી હ્રદયપ્રકાશ સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
મારુતિ યજ્ઞનું આયોજન કરાયું
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને જળદોશી વર્કવાળા વાઘા એવં હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો અને દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પવિત્ર ભૂદેવો વડે વેદોક્ત મંત્રોચ્ચાર કરી સંતો -યજમાન દ્વારા પૂજન-અર્ચન -આરતી કરવામાં આવી હતી. આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.