સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજ રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે તથા મોહનથાળનો અન્નકૂટ ધરાવાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આયુ હતું. અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
સાળંગપુરમાં રાજમહેલ જેવા બિલ્ડીંગનો ભકતો લે છે લાભ
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.