Saputaraના વાતાવરણમાં ઠંડક છવાતા પ્રવાસીઓ થયા ખુશખુશાલ

Oct 5, 2025 - 21:30
Saputaraના વાતાવરણમાં ઠંડક છવાતા પ્રવાસીઓ થયા ખુશખુશાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગના અન્ય વિસ્તારોમાં રવિવારની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદનું આગમન થયું હતું. વરસાદના કારણે સમગ્ર પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ હતી અને આહલાદક વાતાવરણ સર્જાયું હતું. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રવિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે સાપુતારા ખાતે એકાએક વરસાદ શરૂ થયો હતો.

સુબિર- આહવામાં વરસાદી ઝાપટાં

માત્ર સાપુતારા જ નહીં પરંતુ ડાંગ જિલ્લાના સુબિર, આહવા અને વઘઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. સાંજના સમયે વરસાદ પડવાના કારણે સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી ગઈ હતી અને વાતાવરણમાં સુંદર ઠંડક પ્રસરી હતી. વરસાદની સાથે પ્રકૃતિની સુંદરતા વધુ ખીલી ઉઠી હતી. ખાસ કરીને વિકેન્ડ માણવા માટે સાપુતારા આવેલા પ્રવાસીઓ માટે આ વરસાદ એક વધારાની ભેટ સમાન બન્યો હતો.

વઘઈ સહિત આસપાસના ગામમાં વરસાદ

બદલાયેલી મોસમ અને ઠંડા વાતાવરણનો પ્રવાસીઓએ ભરપૂર લ્હાવો લીધો હતો. દિવસભરની ગરમી અને બફારા બાદ પડેલા આ સાંજના વરસાદે પ્રવાસીઓના પ્રવાસને વધુ યાદગાર અને ખુશનુમા બનાવી દીધો હતો. આ કમોસમી વરસાદે ખેડૂતો માટે ચિંતા ઊભી કરી છે. પરંતુ પ્રવાસીઓ માટે સાપુતારાનું સૌંદર્ય અને તેની આબોહવા વધુ આકર્ષક બની છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0