Saputara: ગિરિમથકમાં ઝીરો વિઝિબિલિટીમાં કુદરતી સૌંદર્ય ખીલ્યું, સહેલાણીઓએ મીની કાશ્મીરનો અનુભવ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસાદથી ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો છે. ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઝીરો થઇ ગઈ છે. પર્વતો પર લીલીછમ વનરાઇ પથરાઇ છે. સહેલાણીઓએ મીની કાશ્મીરનો અનુભવ કર્યો છે. કુદરતી સૌંદર્ય ગુજરાતમાં જોવું હોય તો તે છે સાપુતારા. પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ સાપુતારામાં ધુમ્મસિયા માહોલથી વાતાવરણ વધુ આહ્લાદક બન્યું છે. સાપુતારામાં સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ
ગિરિમથકમાં પાણીના ધસમસતા પ્રવાહો અને કુદરતી સૌંદર્ય લોકોને આકર્શી રહ્યું છે. ધુમ્મસિયા માહોલમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે ઝીરો વિઝીબીલિટીને કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન હંકરવાની નોબત આવી છે. ચોમાસામાં સાપુતારા લોકોનો ભારે ધસારો રહે છે. અહીં દૂર દૂરથી લોકો ફરવા આવે છે. સાપુતારા લોકોને ફરવા માટેનું ફેવરીટ સ્થળ બની ગયું છે.
ગિરિમથક સાપુતારામાં ઝીરો વિઝીબીલિટી
ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ વચ્ચે ગિરીકંદ્રામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયા છે. ઝીરો વિઝીબીલિટીને કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન ચલાવવાની નોબત આવી છે. પર્વતો પર લીલીછમ વનરાઈ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મીની કાશ્મીરનો અનુભવ કર્યો છે. ઝરમર વરસાદ અને ધુમ્મસિયા માહોલ આખા જિલ્લામાં છવાયો છે.
What's Your Reaction?






