Saputara: ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો

સાપુતારા ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધતા જનજીવન અસ્તવ્યસ્ત. હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની શક્યતાની આગાહી બાદ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ધુમ્મસીયુ વાતાવરણ નિર્માણ થતા ઠંડીના ચમકારાથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારાના ગિરિકંદરા ધુમ્મસ છવાતા સૂર્યનારાયણ પણ વાદળો પાછળ સંતાઈ જતા ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. જેના પગલે પ્રવાસીઓ ઠંડીના પ્રકોપથી બચવા ગરમા ગરમ પકોડી, ચા, મકાઈ, મેગીનો સહારો લઈ હૂંફ મેળવી હતી. જયારે સ્થાનિકો દ્વારા તાપણા કરી ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા હતા. જોકે વાદળછાયા માહોલને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માવઠાની અગાહી વચ્ચે સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરી હતી. 'સબકી આંખો કા તારા' સાપુતારા બન્યું રોમેન્ટીક ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ડાંગ-સાપુતારા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતાં ઠંડીનો ચમકારો વધતાં વાતાવરણ રોમેન્ટીક બની ગયું છે. ઠંડીના ચમકારાના લીધે સાપુતારાના રસ્તા પર સન્નાટો છવાયો છે. તો બીજી તરફ પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અંબાલાલ પટેલે કરી હતી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે-સાથે માવઠાની પણ આગાહી કરી હતી. રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. હવામાનમાં બદલાવ આવશે અને કચ્છના ભાગોમાં ઠંડો પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.

Saputara: ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાપુતારા ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધતા જનજીવન અસ્તવ્યસ્ત.

હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની શક્યતાની આગાહી બાદ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ધુમ્મસીયુ વાતાવરણ નિર્માણ થતા ઠંડીના ચમકારાથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારાના ગિરિકંદરા ધુમ્મસ છવાતા સૂર્યનારાયણ પણ વાદળો પાછળ સંતાઈ જતા ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. જેના પગલે પ્રવાસીઓ ઠંડીના પ્રકોપથી બચવા ગરમા ગરમ પકોડી, ચા, મકાઈ, મેગીનો સહારો લઈ હૂંફ મેળવી હતી. જયારે સ્થાનિકો દ્વારા તાપણા કરી ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા હતા. જોકે વાદળછાયા માહોલને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માવઠાની અગાહી વચ્ચે સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરી હતી.

'સબકી આંખો કા તારા' સાપુતારા બન્યું રોમેન્ટીક

ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ડાંગ-સાપુતારા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતાં ઠંડીનો ચમકારો વધતાં વાતાવરણ રોમેન્ટીક બની ગયું છે. ઠંડીના ચમકારાના લીધે સાપુતારાના રસ્તા પર સન્નાટો છવાયો છે. તો બીજી તરફ પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

અંબાલાલ પટેલે કરી હતી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે-સાથે માવઠાની પણ આગાહી કરી હતી. રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. હવામાનમાં બદલાવ આવશે અને કચ્છના ભાગોમાં ઠંડો પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.