Sankheda News: હાંડોદ નજીક મકાઈના ખેતરમાં ભીષણ આગ, સાત વીઘાનો તૈયાર પાક બળીને ખાખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામ નજીક એક ખેતરમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની છે. ખેડૂતે સાત વીઘા જમીનમાં મકાઈનો પાક તૈયાર કર્યો હતો અને તેને કાપીને વેચાણ માટે તૈયાર રાખ્યો હતો. આ સમયે અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામાં સમગ્ર પાક ભસ્મીભૂત થઈ ગયો હતો. ધોમધખતા ઉનાળામાં આગની આ ઘટનાએ ખેડૂતને આર્થિક રીતે પાયમાલ કરી દીધો છે.
ખેતરમાં ભીષણ આગ લાગતા મકાઈનો પાક બળીને ખાખ
ખેતરમાં મકાઈ તોડીને ઢગલા કરી તૈયાર રાખવામાં આવી હતી. કોઈ અકબંધ કારણોસર આગ લાગતા તે સૂકી મકાઈમાં ઝડપથી ફેલાઈ હતી. ખેતરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પવન અને ગરમીને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ખેડૂતની આખા વર્ષની મહેનત મિનિટોમાં જ રાખમાં ફેરવાઈ ગઈ હતી.
ફાયર ફાઈટરની કામગીરી છતાં મોટું નુકસાન
ઘટનાની જાણ થતા જ સંખેડાથી ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ ફેલાતી અટકાવી હતી. પરંતુ, કમનસીબે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ સાત વીઘાનો મકાઈનો મોંઘો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પીડિત ખેડૂતે વળતરની માંગ સાથે વહીવટી તંત્રને આ નુકસાનનું પંચનામું કરવા અપીલ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

