Sanand: સ્કૂટર હટાવવા મામલે ઝઘડો થતા ટ્રક ચાલકને છરીનો ઘા ઝીંકતા મોત નીપજ્યું

Jul 30, 2025 - 07:30
Sanand: સ્કૂટર હટાવવા મામલે ઝઘડો થતા ટ્રક ચાલકને છરીનો ઘા ઝીંકતા મોત નીપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાણંદનાં જી.આઈ.ડી.સી. વિસ્તાર એવા ચરલ પાસે પાનનો ગલ્લો ચલાવતા શખ્શને એક ટ્રક ચાલકે એક્ટીવા સ્કુટર જરા સાઈડમાં લેવા કહેતા પાનનો ગલ્લો ચલાવતો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ટ્રક ચાલક સાથે બોલાચાલી કરી તેને છરી હુલાવી દીધી હતી. જેથી ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું ધટનાં સ્થળે જ મૃત્યુ થયું હતું.આવી સામાન્ય બાબતે મોતને ધાટ ઉતારવાના બનાવની સાણંદ પંથક માં વાત ફેલાતા સમગ્ર સાણંદ પંથક માં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસે તપાસ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેરની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવની વિગત એવી છે કે સાણંદ તાલુકાનાં ચરલ ગામ પાસે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે 6-30નાં સુમારે ટ્રક નં. જી.જે.38-ટી-5597 પસાર થઈ રહી હતી. તેનાં ચાલક મહિપાલ સુરજભાન યાદવ(રહે.કોકા બંગરી, મહેન્દ્રગઢ, હરિયાણા)ને પાનના ગલ્લા પાસેનું એક્ટીવા આડે આવતું હોઈ તેનેસાઈડમાં લેવાનું કહેતા મહેશ મેરુભાઈ કો.પટેલ કે જે પાનનો ગલ્લો ચલાવી રહ્યો હતો. તે તુરત જ ઉશ્કેરાઈ ગયો હતો અને ટ્રક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જોત જોતામાં તો છરી કાઢી ટ્રક ચાલકને હુલાવી દીધી હતી. જેથી ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને લઈ મહેશ કો.પટેલ સ્થળ પરથી નાસી છુટયો હતો. આ બનાવની જાણ સાણંદ જી.આઈ.ડી.સી. પોલીસને થતાં તુરંત જ પોલીસ ટીમ ઘટનાં સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક મહિપાલ યાદવનાં મૃતદેહને સાણંદ સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે મોકલી આપ્યો હતો અને બનાવની તપાસ હાથ ધરી ગુનો નોંધી ફરાર મહેશને પકડવા પોલીસ મથકની પાંચ ટીમને કામે લગાડાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0