Sanand : પાલિકા ચૂંટણીમાં ભાજપની દબાણ નીતિના ડરથી કોંગ્રેસ ઉમેદવારનું રાજસ્થાન પ્રયાણ
સાણંદમાં નગરપાલિકાની ચૂંટણીમાં જંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની દબાણનીતિના ડરથી કોંગ્રેસ તેમના સાણંદના ઉમેદવારને રાજસ્થાન લઈ ગઈ. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ કોઈપણ હદે જઈ શકે તેવો કોંગ્રેસ સહિત આપ પક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય સાંસદો, ધારાસભ્યોને ગુમ થવાનું અને લૂંટાઈ જવાનું જોખમ હંમેશા તોળાતું રહે છે.કોંગ્રેસ ઉમેદવારોનું રાજસ્થાન પ્રયાણરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો લોકસભા ચૂંટણીની જેમ જ યુદ્ધ સ્તરે લડત આપી રહ્યા છે. જામનગરના ધ્રોલમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ડરાવવામાં આવ્યા તેમજ વલસાડના ઉમેદવાર ગુમ થતાં રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો કે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સિવાય જે પણ ઉમેદવારો ફોર્મ ભરે છે તેમને ડરાવવામાં આવે છે. ઉમેદવારોને ફોર્મ ખેંચવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. ભાજપે કોઈપણ રીતે આ ચૂંટણી જીતવા મથામણ કરી રહી છે. આથી કોંગ્રેસના ઉમેદવોરાને ધમકી અને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. અને એટલે જ હવે જે ઉમેદવાર ખરેખર કોંગ્રેસ સાથે જ રહેવા માંગે છે તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે પક્ષ દ્વારા તેમના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. ભાજપ પર ભાંગતોડની પ્રવૃત્તિનો આક્ષેપનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પક્ષ પલટાની મોસમ, ધમકીનો દોર અને આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થયો છે.કચ્છના ભચાઉમાં કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેચાતા 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. કોંગ્રેસને પૂરતા ઉમેદવાર ના મળતા ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીમાં ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકામાં ભાજપ દ્વારા ભાંગતોડની પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ભાજપના આપખુદશાહી વલણને લઈને ધ્રોલના ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી કે શું ભાજપ સિવાય કોઈ અન્ય પક્ષ ચૂંટણી લડી શકે નહી? ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી અને પ્રલોભનો આપતું હોવાનો આક્ષેપ કરતાં 24થી વધુ ઉમેદવારોને ભાજપના ડરથી રાજસ્થાન લઈ જવાયા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાણંદમાં નગરપાલિકાની ચૂંટણીમાં જંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપની દબાણનીતિના ડરથી કોંગ્રેસ તેમના સાણંદના ઉમેદવારને રાજસ્થાન લઈ ગઈ. ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ કોઈપણ હદે જઈ શકે તેવો કોંગ્રેસ સહિત આપ પક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય સાંસદો, ધારાસભ્યોને ગુમ થવાનું અને લૂંટાઈ જવાનું જોખમ હંમેશા તોળાતું રહે છે.
કોંગ્રેસ ઉમેદવારોનું રાજસ્થાન પ્રયાણ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો લોકસભા ચૂંટણીની જેમ જ યુદ્ધ સ્તરે લડત આપી રહ્યા છે. જામનગરના ધ્રોલમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ડરાવવામાં આવ્યા તેમજ વલસાડના ઉમેદવાર ગુમ થતાં રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો કે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સિવાય જે પણ ઉમેદવારો ફોર્મ ભરે છે તેમને ડરાવવામાં આવે છે. ઉમેદવારોને ફોર્મ ખેંચવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. ભાજપે કોઈપણ રીતે આ ચૂંટણી જીતવા મથામણ કરી રહી છે. આથી કોંગ્રેસના ઉમેદવોરાને ધમકી અને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. અને એટલે જ હવે જે ઉમેદવાર ખરેખર કોંગ્રેસ સાથે જ રહેવા માંગે છે તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે પક્ષ દ્વારા તેમના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા.
ભાજપ પર ભાંગતોડની પ્રવૃત્તિનો આક્ષેપ
નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પક્ષ પલટાની મોસમ, ધમકીનો દોર અને આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થયો છે.કચ્છના ભચાઉમાં કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેચાતા 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. કોંગ્રેસને પૂરતા ઉમેદવાર ના મળતા ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીમાં ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકામાં ભાજપ દ્વારા ભાંગતોડની પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ભાજપના આપખુદશાહી વલણને લઈને ધ્રોલના ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી કે શું ભાજપ સિવાય કોઈ અન્ય પક્ષ ચૂંટણી લડી શકે નહી? ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી અને પ્રલોભનો આપતું હોવાનો આક્ષેપ કરતાં 24થી વધુ ઉમેદવારોને ભાજપના ડરથી રાજસ્થાન લઈ જવાયા.