Sanand: નળ, ગટર અને રસ્તાની સુવિધા માટે પ્રજાનું મતદાન

રવિવારે નગરપાલિકાની ચુંટણી હોઈ સાણંદ સેન્ટર પર પહેલાથી જ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો હતો. ભાજપ-કોંગ્રેસ તેમજ આપનાં ઉમેદવારો વચ્ચે આ સીધે સીધો જંગ હતો.જેથી દરેક પાર્ટી પોત પોતાનાં મુદ્દાઓ રજૂ કરીને મતદારો પાસેથી મતની અપીલ કરી રહી હતી અને શનિવારે સાંજથી જ સમગ્ર બુથો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને લોકશાહીનું પર્વ સંપૂર્ણ શાંતિનાં માહોલ વચ્ચે ઉજવાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રવિવારે સવારથી જ સાણંદની જનતાએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવામાં જાગૃતિ દર્શાવી સવારથી જ બુથો પર લાઈનો જોવા મળી હતી. બુથ નં.3 અને બુથ નં.7 પર સવારથી અન્ય બુથ કરતાં મતદાનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સમગ્ર સાણંદનાં મતદાન પર નજર કરીએ તો સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીમાં કુલ 34,402માંથી 21,157 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 11486 પુરુષો તેમજ 9671 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. સમગ્ર મતદાનની ટકાવારી જોઈએ તો કુલ 61.50 % મતદાન થવા પામ્યું હતું.

Sanand: નળ, ગટર અને રસ્તાની સુવિધા માટે પ્રજાનું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રવિવારે નગરપાલિકાની ચુંટણી હોઈ સાણંદ સેન્ટર પર પહેલાથી જ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો હતો. ભાજપ-કોંગ્રેસ તેમજ આપનાં ઉમેદવારો વચ્ચે આ સીધે સીધો જંગ હતો.

જેથી દરેક પાર્ટી પોત પોતાનાં મુદ્દાઓ રજૂ કરીને મતદારો પાસેથી મતની અપીલ કરી રહી હતી અને શનિવારે સાંજથી જ સમગ્ર બુથો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને લોકશાહીનું પર્વ સંપૂર્ણ શાંતિનાં માહોલ વચ્ચે ઉજવાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રવિવારે સવારથી જ સાણંદની જનતાએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવામાં જાગૃતિ દર્શાવી સવારથી જ બુથો પર લાઈનો જોવા મળી હતી. બુથ નં.3 અને બુથ નં.7 પર સવારથી અન્ય બુથ કરતાં મતદાનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સમગ્ર સાણંદનાં મતદાન પર નજર કરીએ તો સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીમાં કુલ 34,402માંથી 21,157 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 11486 પુરુષો તેમજ 9671 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. સમગ્ર મતદાનની ટકાવારી જોઈએ તો કુલ 61.50 % મતદાન થવા પામ્યું હતું.