Sabarkanthaમાં વડાલીની શેઠ સી.જે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવા મુદ્દે વાલીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. ડાલીની શેઠ સી.જે.હાઈસ્કૂલમાં વિદ્યાર્થીની માર મરાતા વાલીઓ રોષે ભરાયો. વાલીઓએ શાળાના કેમ્પસમાં હોબાળો મચાવ્યો. હુમલાને પગલે વિદ્યાર્થી ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. રોષે ભરાયેલા વાલીઓએ કડક કાર્યવાહીની માગ કરતા શાળાના કેમ્પસમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ વિરોધમાં વધુ કોઈ ગંભીર ઘટના ના બને માટે શાળા સંચાલકોને પોલીસ બોલવવાની ફરજ પડી.
શાળા કેમ્પસમાં વાલીઓનો હોબાળો
રાજ્યમાં સરસ્વતીના મંદિર સમાન શાળા યુદ્ધનું મેદાન બનવા લાગી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બાદ રાજ્યની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાની શેઠ સીજે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાની જ શાળાના અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો. વિધર્મી વિદ્યાર્થીઓએ ધોરણ 7 માં અભ્યાસ કરતા વિધાર્થી સગર ધ્રુવને માર માર્યો. સગરને મારવાના ઘટનાન ઉગ્ર પડઘા પડ્યા અને વાલીઓએ શાળા કેમ્પસમાં ભેગા થઈ હોબાળો મચાવ્યો.
શાળામાં વિદ્યાર્થીઓની સલામતી સામે જોખમ
શેઠ સીજે હાઈસ્કૂલ સામેના વાલીઓના વિરોધમાં વડાલી સગર સમાજ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જોડાયો. વિધર્મી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની સંગઠન અને વાલીઓએ ચીમકી આપી. સગરને ઢોર માર મરાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદ અને સાબરકાંઠામાં બનતી ઘટનાઓ શાળામાં વિદ્યાર્થીની સલામતીને લઈને અનેક સવાલો ઉભા કરે છે.
What's Your Reaction?






