Sabarkanthaમાં ખાડાઓની મરામત માટે 40 કરોડ મંજૂર થયા, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સતત વરસાદના પગલે સર્વિસ રોડ ઉપર વ્યાપક ખાડા નિર્માણ પામ્યા છે ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી લોકસભા સાંસદે કેન્દ્રમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રૂપિયા ૪૦ કરોડ મંજૂર કરાવી સર્વિસ રોડને ફરીથી તૈયાર કરાવવા જહમત આદરી છે જેના પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીથી આવનારા સમયમાં મુક્તિ મળશે તે નક્કી છે.
સાંસદે સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રૂપિયા ૪૦ કરોડ મંજૂર કરાવ્યા
સાબરકાંઠાના પ્રાંતિજ હિંમતનગર તેમજ શામળાજી વિસ્તારમાંથી અમદાવાદથી દિલ્હી જવાનો નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે જોકે હજી કેટલી જગ્યાએ ઓવરબ્રિજ બનતા હોવાના પગલે સર્વિસ રોડ ઉપર સતત વરસાદથી વ્યાપક ખાડાઓ સર્જાયા છે, જેના પગલે પ્રતિ દિવસ પસાર થઈ રહેલા હજારો લોકોને બરાબર સમસ્યાઓ સર્જાઇ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રૂપિયા ૪૦ કરોડ મંજૂર કરાવે છે જેનાથી સર્વિસ રોડ ઉપર સર્જાયેલા ખાડાઓને તાત્કાલિક દૂર કરવામાં આવશે જેનાથી પ્રતિ દિવસ હજારો સમસ્યાઓથી પીડાતા વાહન ચાલકોને મુક્તિ મળશે જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ બનાવવામાં આવશે તો પ્રતિ દિવસ હતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તે નક્કી છે.
What's Your Reaction?






