Sabarkanthaના વડાલીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ, ભાદરવામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પુનઃપ્રવેશ કર્યો છે. ભાદરવા મહિનાના તાપ અને બફારા વચ્ચે માત્ર બે કલાકના ટૂંકા સમયગાળામાં ભારે પવન અને ગાજવીજ સાથે દોઢ ઈંચ જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની ચાતક ડોકે રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ વરસાદથી આનંદની લહેર ફરી વળી છે અને સુકાતી ખેતીના પાકને નવું જીવનદાન મળ્યું છે.
રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાયા
ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે વડાલી શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને વડાલી સ્થિત રેલ્વે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા અંડરબ્રિજમાંથી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વાહનવ્યવહાર પૂર્વવત થઈ શકે.

વરસાદ વચ્ચે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ
અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને હાલમાં મોટા અંબાજી તરફ પ્રયાણ કરી રહેલા અસંખ્ય પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ધોધમાર ચાલુ વરસાદમાં પણ અંબાજી ધામ તરફ આગળ વધી રહેલા માઈભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. પદયાત્રીઓ ધોધમાર વરસાદી ઝાપટાં વચ્ચે પણ "બોલ મારી અંબે, જય જય અંબે" ના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં સતત આગળ વધી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

