Sabarkanthaના વડાલીના ભજપુરા ગામથી 5 વર્ષની બાળકીના અપહરણની ઘટના CCTVમાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં બાળકીનું અપહરણ થયાનું ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સાબરકાંઠામાં ભજપુરા પાસેથી 5 વર્ષની બાળકી ગુમ થતા પરિવાર ચિંતિત થયો. બાળકીના પરિવારે શોધખોળ કરી. ત્યારે જે વિસ્તારમાં બાળકી હતી તેના સીસીટીવી ચેક કરવામાં આવ્યા. CCTV ચેક કરતાં બાળકીનું અપહરણ કરાયું હોવાનું સામે આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું.
CCTVમાં કેદ બાળકીના અપહરણની ઘટના
બાળકીના અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ. બાળકીની શોધ કરવા આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન સુધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બાળકીના અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ. બાળકીની શોધ કરવા આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન સુધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બાળકીના અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
બાઈક ચાલકે બાળકીનું કર્યું અપહરણ
અજાણ્યા બાઈક ચાલક દ્વારા બાળકીનું અપહરણ કરાયાનું સામે આવતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક ધોરણે ભજપુરા ગામ પંચાયત ખાતે લગાવેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવી બાળકીની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. શ્રમિક ખેત મજૂરી કરનાર પરિવારની દીકરીનું ભજપુરા ગામથી અપહરણની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક બાઈક ચાલક આવે છે બાળકી સાથે વાતો કરી જતો રહે છે. પછી ફરી અડધા કલાક બાદ તે પાછો આવે છે અને પાંચ વર્ષીય બાળકીને લલચાવી ફોસલાવાની વાતો કરતા બાઈક ઉપર આગળની તરફ બેસાડી ફરાર થઈ જાય છે.
બાળકીને શોધવા તપાસનો ધમધમાટ
બાળકીનું અપહરણ કરનાર તેને રાજસ્થાનના રસ્તે જાય છે તેમ એક શખ્સે પ્રાથમિક માહિતી આપી. સ્થાનિક સરપંચ દ્વારા આ મામલે જિલ્લા પોલીસ મથકે પણ રજૂઆત કરાઈ ચૂકી છે જોકે હજુ સુધી કયા કારણસર બાળકીનું અપહરણ થયું છે તે જાણી શકાયું નથી. જો કે ભજપુરા પંચાયત પાસેથી પાંચ વર્ષીય બાળકીના અપહરણ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
What's Your Reaction?






