Sabarkantha News : પશુપાલકો માટે સારા સમાચાર, બીજી માંગ પર સ્વીકારવામાં આવી...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબર ડેરીમાં દૂધના ભાવ વધારા અને મૃતક પશુપાલક અશોક ચૌધરીના પરિવારને ન્યાય અપાવવા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે વધુ એક હકારાત્મક નિર્ણય લેવાયો છે. સાબર ડડેરી દ્વારા પશુપાલકોની બીજી મુખ્ય માંગણી પણ સ્વીકારી લેવામાં આવી છે. જેના પગલે મૃતક અશોક ચૌધરીના બે સંતાનોને ડેરીમાં નોકરી આપવામાં આવશે.
મૃતક અશોક ચૌધરીના સંતાનોને નોકરી અપાશે
આ નિર્ણયથી પશુપાલકોમાં જોવા મળતો રોષ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. અગાઉ દૂધના ભાવ વધારાની માંગણી સંતોષાય બાદ અશોક ચૌધરીના પરિવારને આર્થિક સહાય અને તેમના સંતાનોને નોકરી આપવાની મુખ્ય માંગ હતી. સાબર ડેરી દ્વારા આ માંગણી સ્વીકારી લેવામાં આવતા મૃતક અશોક ચૌધરીના પરિવારને મોટી રાહત મળી છે. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે જેમાંથી બે સંતાનોને નોકરીની બાંયધરી આપવામાં આવી છે.
પશુપાલકોમાં રોષ ઘટયો
આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન રમવા માટે પરિવારજનોને વિનંતી પણ કરવામાં આવી છે. આ નિર્ણયથી સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના સંબંધોમાં સુમેળભર્યો માહોલ ફરીથી સ્થાપિત થશે તેવી આશા છે.
What's Your Reaction?






