Sabarkantha News: ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના, CHO યુવતીનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખેડબ્રહ્માથી અંબાજી હાઈવે રોડ પર પૂરઝડપે દોડી આવતા એક વાહને રસ્તા પર જઈ રહેલા એક્ટિવાચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવાચાલક યુવતી રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી અને ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
જીતપુર ગામે CHO તરીકે ફરજ બજાવીને પરત આવતા હતા જલ્પાબેન
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવતી સાબરકાંઠાના જીતપુર ગામે આવેલ હેલ્થ સેન્ટર ખાતે CHO (Community Health Officer) તરીકે પોતાની ફરજ બજાવતા હતા. પોતાની ડ્યુટી પૂરી કરીને તેઓ એક્ટિવા પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં સાડાત જલ્પાબેનનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. યુવતીના અચાનક અને આકસ્મિક અવસાનથી તેમના પરિવારજનો તેમજ સાથી તબીબી કર્મચારીઓમાં ભારે આઘાત અને આક્રંદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Sabarkantha News: હિંમતનગરના કાંકણોલ પાસે ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર બે યુવકોના ડૂબી જવાથી મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

