Sabarkantha News: ઇડર-ભિલોડા નેશનલ હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત, બેના મોત, 3 ઇજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના ઇડર-ભિલોડા નેશનલ હાઇવે રોડ પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કાનપુર ગામ નજીક બે મોટરસાઇકલ સામસામે પુરપાટ ઝડપે અથડાતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને બાઇકના કૂડચેકૂડચા ઊડી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા.
બે પુરુષોના સ્થળ પર જ નીપજ્યા દર્દનાક મોત
આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર 2 પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બંને સવારોએ સ્થળ પર જ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોના ટોળેટોળાં અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.
3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઇડરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક જણાતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સઘન સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Explainer: સ્વાઈન ફ્લૂનો પ્રકોપ આટલો કેમ? સમજો વિગતવાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

