Sabarkantha: હિંમતનગરમાં ગાડી નહીં રોકવા 2 હજારની લાંચની માંગણી કરતો વચેટીયો ઝડપાયો

હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે છુટક ભાડા માટે હિંમતનગર-ગાંધીનગર વચ્ચે પેસેન્જર ગાડી ચલાવતા ગાડી ચાલકને ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધો છે. પોલીસ વતી રૂપિયા 2 હજારની લાંચની માસિક હપ્તા પેટે માંગણી કરનાર શખ્સને ગાંધીનગર ACBની ટીમે રૂપિયા 2 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધો હતો.નજીરહુસેન ઉર્ફે લાલા નશરૂદિન શેખ ઝડપાયો હિંમતનગર-ગાંધીનગર નેશનલ હાઇવે પર મુસાફરોને લઇ જતી ખાનગી કાર તેમજ ઇકો કાર ચાલકો પાસે પોલીસના વચેટીયા લોકો દર મહિને લાખ્ખો રૂપિયાનો હપ્તો ઉઘરાવીને પોલીસને પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે હિંમતનગરથી ગાંધીનગર તરફ જતી ગાડીઓના ચાલકો પાસેથી પ્રતિ માસ રૂપિયા 2 હજારની માસિક હપ્તા પેટે રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી. જે દરમિયાન હિંમતનગર-ગાંધીનગર વચ્ચે પેસેન્જર ગાડી ચાલવતા એક શખ્સ પાસે નજીરહુસેન ઉર્ફે લાલો નશરૂદિન શેખ (રહે.દાદા અબનશા પાર્ક, પરબડા, હિંમતનગર)નાઓએ ફરિયાદીની ગાડી નહીં રોકવા અને હેરાન નહીં કરવા માસિક હપ્તા પેટે રૂપિયા 2 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચ કારચાલક આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ગાંધીનગર ACBના મદદનીશ નિયામક એ.કે. પરમારની દેખરેખ હેઠળ ગાંધીનગર ACBના પીઆઇ એમ.એમ.સોલંકીએ કડીવાલા પેટ્રોલ પંપ મોતીપુરા નજીક લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ. જે દરમિયાન નજીરહુસેન ઉર્ફે લાલો નશરૂદિન શેખ પોલીસ વતી રૂપિયા 2 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો.

Sabarkantha: હિંમતનગરમાં ગાડી નહીં રોકવા 2 હજારની લાંચની માંગણી કરતો વચેટીયો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે છુટક ભાડા માટે હિંમતનગર-ગાંધીનગર વચ્ચે પેસેન્જર ગાડી ચલાવતા ગાડી ચાલકને ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધો છે. પોલીસ વતી રૂપિયા 2 હજારની લાંચની માસિક હપ્તા પેટે માંગણી કરનાર શખ્સને ગાંધીનગર ACBની ટીમે રૂપિયા 2 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધો હતો.

નજીરહુસેન ઉર્ફે લાલા નશરૂદિન શેખ ઝડપાયો

હિંમતનગર-ગાંધીનગર નેશનલ હાઇવે પર મુસાફરોને લઇ જતી ખાનગી કાર તેમજ ઇકો કાર ચાલકો પાસે પોલીસના વચેટીયા લોકો દર મહિને લાખ્ખો રૂપિયાનો હપ્તો ઉઘરાવીને પોલીસને પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે હિંમતનગરથી ગાંધીનગર તરફ જતી ગાડીઓના ચાલકો પાસેથી પ્રતિ માસ રૂપિયા 2 હજારની માસિક હપ્તા પેટે રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી. જે દરમિયાન હિંમતનગર-ગાંધીનગર વચ્ચે પેસેન્જર ગાડી ચાલવતા એક શખ્સ પાસે નજીરહુસેન ઉર્ફે લાલો નશરૂદિન શેખ (રહે.દાદા અબનશા પાર્ક, પરબડા, હિંમતનગર)નાઓએ ફરિયાદીની ગાડી નહીં રોકવા અને હેરાન નહીં કરવા માસિક હપ્તા પેટે રૂપિયા 2 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચ કારચાલક આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ગાંધીનગર ACBના મદદનીશ નિયામક એ.કે. પરમારની દેખરેખ હેઠળ ગાંધીનગર ACBના પીઆઇ એમ.એમ.સોલંકીએ કડીવાલા પેટ્રોલ પંપ મોતીપુરા નજીક લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ. જે દરમિયાન નજીરહુસેન ઉર્ફે લાલો નશરૂદિન શેખ પોલીસ વતી રૂપિયા 2 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો.