Sabarkantha: પ્રાંતિજમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, 12 રીલ સાથે એકની ધરપકડ
સાબરકાંઠાના પ્રાંતિજમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. કબીર ભુવન પાસે ચાઇનીઝ દોરીના 12 રીલ સહિત 3000નો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કાર્યવાહી હાથ ધરી છે.ઉત્તરાયણ નજીક આવતા જ બજારમાં ચાઇનિઝ દોરીનું વેચાણ શરૂ થઇ જતું હોય છે. ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકનું ગળું કપાઇ જવાથી મોત પણ થતું હોય છે. જેથી, ચાઇનિઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ બાબતે સતત ચેકિંગ કરવામાં આવતું હોય છે. તેવામાં સાબરકાંઠાના પ્રાંતિજમાં ભુવન પાસે ચાઇનીઝ દોરીના 12 રીલ સહિત 3000નો મુદ્દામાલ સાથે એક વક્તિની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તરાયણના પવિત્ર પર્વમાં ચાઈનીઝ તેમજ કાચથી ભેળવેલી દોરીને કારણે દરવર્ષે હજારો અબોલ પશુ-પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે તેમજ ચાઈનીઝ તુક્કલને કારણે પણ વિશાળ આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એવામાં ગુજરાત સરકારે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી અને કાચથી ભેળવેલી દોરી પર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં કેટલાક શખ્સો આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે પોલીસ દ્વારા આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના પ્રાંતિજમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. કબીર ભુવન પાસે ચાઇનીઝ દોરીના 12 રીલ સહિત 3000નો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણ નજીક આવતા જ બજારમાં ચાઇનિઝ દોરીનું વેચાણ શરૂ થઇ જતું હોય છે. ચાઇનિઝ દોરીના કારણે વાહન ચાલકનું ગળું કપાઇ જવાથી મોત પણ થતું હોય છે. જેથી, ચાઇનિઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ બાબતે સતત ચેકિંગ કરવામાં આવતું હોય છે. તેવામાં સાબરકાંઠાના પ્રાંતિજમાં ભુવન પાસે ચાઇનીઝ દોરીના 12 રીલ સહિત 3000નો મુદ્દામાલ સાથે એક વક્તિની પોલીસે ધરપકડ કરી છે.
ઉત્તરાયણના પવિત્ર પર્વમાં ચાઈનીઝ તેમજ કાચથી ભેળવેલી દોરીને કારણે દરવર્ષે હજારો અબોલ પશુ-પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે તેમજ ચાઈનીઝ તુક્કલને કારણે પણ વિશાળ આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એવામાં ગુજરાત સરકારે ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી અને કાચથી ભેળવેલી દોરી પર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં કેટલાક શખ્સો આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને કારણે પોલીસ દ્વારા આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.