Sabarkantha: પીપળીયા ગામે ખેતરમાં દીપડાના આંટાફેરા,વન વિભાગ પાસે પાંજરું મૂકવા ઉગ્ર માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આગમનથી ગ્રામજનોમાં ચિંતા વધી છે. હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં આવેલા પીપળીયા ગામે સમી સાંજે એક દીપડો ખેતરમાં લટાર મારતો જોવા મળ્યો હતો. ખેડૂતે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
કેમેરામાં કેદ થયા દીપડાના આંટાફેરા
મળતી માહિતી મુજબ, પીપળીયા ગામના ચાર રસ્તા નજીક આવેલા એક ખેતરમાં દીપડો લટાર મારી રહ્યો હતો. તે સમયે ત્યાં હાજર એક જાગૃત ખેડૂતે સમયસૂચકતા વાપરી દીપડાનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં દીપડો બિન્દાસપણે ખેતરમાં ફરતો જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની આટલી નજીક દીપડો દેખાતા સ્થાનિક લોકો હવે રાત્રિના સમયે ખેતરે જતા પણ ડરી રહ્યા છે.
પશુઓના મારણના કિસ્સા વધ્યા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાએ અનેક પશુઓના મારણ કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. દીપડો અવારનવાર દેખાતો હોવાથી ખેડૂતો અને તેમના પશુઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. ખેતરમાં કામ કરતા મજૂરો અને ગ્રામજનોમાં જીવનું જોખમ હોવાથી ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Narmada: ડેડીયાપાડામાં કેસરીયો માહોલ, DyCM હર્ષ સંઘવીનો ભવ્ય રોડ શો, આદિવાસી ગઢમાં ભાજપનું શક્તિપ્રદર્શન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

