RTO: વાહનવ્યવહાર કમિશનરની ડીલરો સામે શરણાગતિ : 5 વર્ષ સુધી TCની માન્યતા

તંત્ર પર પ્રજાનાં હિતોને ધ્યાનમાં ન રાખવાનો આક્ષેપડીલરોના પુરાવાની સામે સ્થળ ચકાસણીની ઇચ્છા RTOને આધીન વાહન ડીલરોને એક વર્ષ માટે ટી.સી.ની માન્યતા અપાતી હતી વાહનવ્યવહાર કમિશનર કચેરીએ ટ્રેડ સર્ટિફિકેટ (ટીસી)ની પાંચ વર્ષ સુધીની વાહન ડીલરોને માન્યતા આપી દઈ તેમના શરણે થઈ ગયા હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કરતાં કહ્યું કે, ઓનલાઇન પ્રક્રિયામાં ફાયર NOCની સાથે અગ્નિશામક બોટલના ફોટો મૂકવાનો પણ આૃર્યજનક નિર્ણય કરાયો છે. ઉપરાંત ડીલરોએ ઓનલાઇન મૂકેલા ફોટા અને પુરાવાની સામે સ્થળ ચકાસણીની ઇચ્છા RTO અધિકારીને આધીન રહેશે. કેન્દ્ર સરકારના નિયમોમાં પ્રજાહિતને ધ્યાનમાં રાખવાની વાતનો સ્થાનિક તંત્ર દ્વારા છેદ ઉડાડી દેવાયાનો પણ આક્ષેપ કરાયો છે પૂર્વ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અગાઉ વાહન ડીલરોને એક વર્ષ માટે ટી.સી.ની માન્યતા અપાતી હતી. એક વર્ષ પછી વાહન ડીલર તરફથી રીન્યુ માટે અરજી કરાતી હતી અને અરજીનો આરટીઓ કચેરી દ્વારા સીધો નિકાલ કરાતો હતો. દરમિયાન કોઇ વાહન ડીલર સામે ગેરરીતિ અથવા ગ્રાહકોને પરેશાન કરવાની ફરિયાદ હોય તો તેમને રૂબરૂ બોલાવીને ખુલાસો પૂછવામાં આવતો હતો અને ત્યારબાદ NOC રિન્યુ કરી અપાતી હતી. આનાથી વાહન ડીલર પર સંકજો તાણી શકાતો હતો અને ગ્રાહકોના પ્રશ્નનું નિરાકરણ પણ આવતું હતું. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રજા હિતમાં હોય છે. તેના આધારે રાજ્યોએ પ્રજાહિતમાં અમલ કરાવવાનો હોય છે, પરંતુ રાજ્યની વાહનવ્યવહાર કમિશનર કચેરીએ વાહન ડીલરોને ટીસીની પાંચ વર્ષની માન્યતા આપી દઇને પ્રજાહિતનો છેદ ઊડાડી દીધો છે.

RTO: વાહનવ્યવહાર કમિશનરની ડીલરો સામે શરણાગતિ : 5 વર્ષ સુધી TCની માન્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તંત્ર પર પ્રજાનાં હિતોને ધ્યાનમાં ન રાખવાનો આક્ષેપ
  • ડીલરોના પુરાવાની સામે સ્થળ ચકાસણીની ઇચ્છા RTOને આધીન
  • વાહન ડીલરોને એક વર્ષ માટે ટી.સી.ની માન્યતા અપાતી હતી

વાહનવ્યવહાર કમિશનર કચેરીએ ટ્રેડ સર્ટિફિકેટ (ટીસી)ની પાંચ વર્ષ સુધીની વાહન ડીલરોને માન્યતા આપી દઈ તેમના શરણે થઈ ગયા હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કરતાં કહ્યું કે, ઓનલાઇન પ્રક્રિયામાં ફાયર NOCની સાથે અગ્નિશામક બોટલના ફોટો મૂકવાનો પણ આૃર્યજનક નિર્ણય કરાયો છે. ઉપરાંત ડીલરોએ ઓનલાઇન મૂકેલા ફોટા અને પુરાવાની સામે સ્થળ ચકાસણીની ઇચ્છા RTO અધિકારીને આધીન રહેશે. કેન્દ્ર સરકારના નિયમોમાં પ્રજાહિતને ધ્યાનમાં રાખવાની વાતનો સ્થાનિક તંત્ર દ્વારા છેદ ઉડાડી દેવાયાનો પણ આક્ષેપ કરાયો છે

પૂર્વ અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અગાઉ વાહન ડીલરોને એક વર્ષ માટે ટી.સી.ની માન્યતા અપાતી હતી. એક વર્ષ પછી વાહન ડીલર તરફથી રીન્યુ માટે અરજી કરાતી હતી અને અરજીનો આરટીઓ કચેરી દ્વારા સીધો નિકાલ કરાતો હતો. દરમિયાન કોઇ વાહન ડીલર સામે ગેરરીતિ અથવા ગ્રાહકોને પરેશાન કરવાની ફરિયાદ હોય તો તેમને રૂબરૂ બોલાવીને ખુલાસો પૂછવામાં આવતો હતો અને ત્યારબાદ NOC રિન્યુ કરી અપાતી હતી.

આનાથી વાહન ડીલર પર સંકજો તાણી શકાતો હતો અને ગ્રાહકોના પ્રશ્નનું નિરાકરણ પણ આવતું હતું. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રજા હિતમાં હોય છે. તેના આધારે રાજ્યોએ પ્રજાહિતમાં અમલ કરાવવાનો હોય છે, પરંતુ રાજ્યની વાહનવ્યવહાર કમિશનર કચેરીએ વાહન ડીલરોને ટીસીની પાંચ વર્ષની માન્યતા આપી દઇને પ્રજાહિતનો છેદ ઊડાડી દીધો છે.