Ranpur: કાશ્મીર ફરવા ગયેલ યુવાનનું હાર્ટએટેકથી મોત

Feb 22, 2025 - 06:00
Ranpur: કાશ્મીર ફરવા ગયેલ યુવાનનું હાર્ટએટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાણપુરથી સિદ્દીકભાઈ મોદનનો પરિવાર અને કાકાના દીકરા ડૉ. અલ્તાફ્નો પરિવાર નગરથી ગત તા. 10મીએ કાશ્મીર ફરવા ગયા હતા. જ્યાં તા. 15મી ફેબ્રુઆરીએ સિદ્દીકભાઈ યુસુફ્ભાઈ મોદન ઉં.વ.40ને હાર્ટ અટેક આવતા શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તબિયત વધારે બગડતા વેન્ટિલેટર પર રાખવામાં આવેલ.

તેમની સાથે રહેલ ડો. અલ્તાફ મોદન પણ સાથે હતા. બનાવની જાણ થતા મોદન પરિવાર કે જે મોટાભાગે ડોક્ટરના વ્યવસાયમાં સંકળાયેલ છે. તે ડો. અઝહર મોદન, ડો. અહેસાન મોદન, ડો. અમીન ઝંગડ તથા તેમના બહેન ડોક્ટર છે તે પણ અમદાવાદથી પ્લેન દ્વારા તાત્કાલિક કશ્મીર પહોંચી ગયા હતા. પરંતુ તબિયતમાં સુધારો ના થતા તા. 19મીએ કે જ્યારે રિટર્ન ટિકિટ હતી ત્યારે તેમનું અવસાન થતાં તા. 20મી ફેબ્રુઆરીએ તેમનો મૃતદેહ પ્લેન દ્વારા અમદાવાદ અને ત્યાંથી રાણપુર લાવવામાં આવતા સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0