Rajula નગરપાલિકામાં સફાઈકર્મીઓ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ, આંદોલન વધુ ઉગ્ર બન્યંં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના રાજુલા નગરપાલિકામાં સફાઈકર્મીઓ અને ચીફ ઓફિસર વચ્ચે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી સફાઈકર્મીઓ તેમની વિવિધ માગણીઓને લઈને ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન પાંચ જેટલા સફાઈકર્મીઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સફાઈકર્મીઓનો મુખ્ય વિવાદ નગરપાલિકા દ્વારા સફાઈ માટે ખાનગી એજન્સીને બોલાવવા મુદ્દે છે.
સફાઇકર્મીઓ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ
સફાઈકર્મીઓનું કહેવું છે કે આ નિર્ણય તેમના રોજગાર અને હકો પર તરાપ સમાન છે. આ મામલે તેઓ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ધારી પોલીસ દ્વારા ધરણાં પર બેઠેલા તમામ સફાઈકર્મીઓને પોલીસ છાવણીમાં નજરકેદ કરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરાયેલા સફાઈકર્મીઓમાંથી ચારથી પાંચ લોકોની તબિયત બગડતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા.
તમામ કર્મીઓને પોલીસ છાવણીમાં કરાયા છે નજરકેદ
આ માનવીય સંકટને ધ્યાનમાં રાખીને ધારી પોલીસે નજરકેદ કરાયેલા તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી. જે એક સકારાત્મક પગલું માનવામાં આવે છે. સફાઈ કામદારોના આગેવાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો તેમની મુખ્ય માગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તો તેઓ આંદોલન સમાપ્ત કરવા તૈયાર છે. આ વિવાદનો ઉકેલ ક્યારે આવશે અને સફાઈકર્મીઓને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું.
What's Your Reaction?






