Rajkotમાં વહેલી સવારથી ધીમીધારે છૂટોછવાયો વરસાદ શરૂ થતા રોડ-રસ્તાઓ થયા પાણી-પાણી

રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ છવાયો રાજકોટમાં આજે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી કરાઈ વરસાદી માહોલમાં રસ્તા ઉપર કીચડ નું સામ્રાજ્ય છવાયું રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં આજે સવારથી ધીમીધારે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મેઘરાજા મન મૂકી વરશે તેની રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે. શહેરમાં ઝરમરિયો છૂટોછવાયો વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થયા છે. સારા અને ધોધમાર વરસાદની રાહમાં રંગીલા રાજકોટવાસીઓ હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આજે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સારો વરસાદ ન વરસતા રંગીલા રાજકોટવાસીઓ છેલ્લા કેટલાક દિવસો સારા અને ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ આજે વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ વરસતા રસ્તાઓ પર કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં માત્ર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટમાં મધ્યમ વરસાદી આગાહી પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. ઓફસોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સમગ્ર દેશ પર વરસાદી સિસ્ટમ બની છે અને તેની અસર દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

Rajkotમાં વહેલી સવારથી ધીમીધારે છૂટોછવાયો વરસાદ શરૂ થતા રોડ-રસ્તાઓ થયા પાણી-પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ છવાયો
  • રાજકોટમાં આજે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી કરાઈ
  • વરસાદી માહોલમાં રસ્તા ઉપર કીચડ નું સામ્રાજ્ય છવાયું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં આજે સવારથી ધીમીધારે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મેઘરાજા મન મૂકી વરશે તેની રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે. શહેરમાં ઝરમરિયો છૂટોછવાયો વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થયા છે.

સારા અને ધોધમાર વરસાદની રાહમાં રંગીલા રાજકોટવાસીઓ

હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આજે અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સારો વરસાદ ન વરસતા રંગીલા રાજકોટવાસીઓ છેલ્લા કેટલાક દિવસો સારા અને ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ આજે વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ વરસતા રસ્તાઓ પર કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં માત્ર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

રાજકોટમાં મધ્યમ વરસાદી આગાહી

પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. ઓફસોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ સમગ્ર દેશ પર વરસાદી સિસ્ટમ બની છે અને તેની અસર દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.