Rajkotમાં ટ્રાવેલ્સના ધંધાર્થી વિજયસિંહના પોલીસ અને પ્રતિસ્પર્ધી પર ગંભીર આક્ષેપ

રાજકોટમાં ટ્રાવેલ્સના ધંધાર્થી વિજયસિંહએ પોલીસ અને પ્રતિસ્પર્ધી પર આક્ષેપ કર્યો. વિજયસિંહનો આક્ષેપ છે કે પોલીસ અમારી ફરિયાદ કાને ધરતી નથી. પોલીસ ‘માતૃ કૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તેમ પોલીસ કરે છે'. ટ્રાવેલ્સનો ધંધો કરનાર વિજયસિંહ માલવિયા પોલીસ પર અસહાકર મામલે ફરિયાદ કરી. સાથે એ આક્ષેપ પણ કર્યો પોલીસ તેના પ્રતિસ્પર્ધીના ઇશારા પર જ કામ કરે છે.ટ્રાવેલ્સ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધાશહેરમાં ટ્રાવેલ્સનો ધંધો અત્યારે કુરુક્ષેત્રનું મેદાન બની રહ્યો છે. શહેરની નામાંકિત ટ્રાવેલ્સ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થઈ રહી છે. અને આ જ કારણ છે કે આ સ્પર્ધામાં હવે બસ સળગાવવા તેમજ હત્યાના પ્રયાસ જેવા ગેરકાનૂની કામો પણ સામેલ થયા. ટ્રાવેલ્સનો ધંધો કરનાર વિજયસિંહ નામના શખ્સે પોલીસ અને તેમના પ્રતિસ્પર્ધી પર ગંભીર આરોપ લગાવ્યા. ટ્રાવેલ્સના ધંધાર્થી વિજયસિંહ જાડેજાના આક્ષેપ છે કે પોલીસ મારી ફરિયાદ લેતી નથી. માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલકો માથાભારે હોવાથી તેઓ પોલીસને કહે તેટલું જ પાણી પીવે છે. પોલીસ પર ગંભીર આરોપવિજયસિંહે જણાવ્યું કે એક વર્ષ પહેલા મારી બસ સળગાવવામાં આવી હતી. બસ સળગાવવાની ઘટનાની અમે પોલીસમાં ફરિયાદ કરી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં બસ સળગાવવાની ઘટનાની તેમની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અમને આ ઘટનામાં માતૃકૃપા ટ્રાવેલ્સની સંડોવણી હોવાની શંકા છે.આથી જ અમે આ ઘટનાની યોગ્ય તપાસ થાય માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા. પરંતુ પોલીસ અમારી ફરિયાદ નોંધતી નથી. આથી અમને શંકા છે કે તેમના કટ્ટરપ્રતિસ્પર્ધી માતૃકૃપાના સંચાલકોની અને પોલીસની આ મામલે મીલીભગત હોઈ શકે. અને એટલે જ અમારી બસ સળગાવવા મુદ્દે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થતી નથી. માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલકો માથાભારેવધુમાં વિજયસિંહે જણાવ્યું કે માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલકો માથાભારે છે. બસ સળગાવી ટ્રાવેલ્સના ધંધાને નુકસાન પંહોચાડવા ઉપરાંત મારી હત્યા માટે સોપારી પણ આપી હોવાની શંકા છે. ટ્રાવેલ્સના ધંધાર્થી મેહુલ સિંહ રીબડાના ભય અને ખોફથી કોઈ બોલવા તૈયાર નથી. આ વિસ્તારમાં અને આ ધંધામાં તેમની ધાક વધુ છે.માતૃ કૃપા ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા કેટલાક મામલામાં અલગ અલગ 9 ફરિયાદ થઈ હોવા છતાં તેના સંચાલક ઉપર નામ જોગ ફરિયાદ પણ દાખલ નથી થઈ. માતૃ કૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તેમ જ પોલીસ કામ કરે છે. વર્ષ પહેલાં ઘટના બની છતાં નથી કોઈ કાર્યવાહીશહેરમાં અમારી ટ્રાવેલ્સ કંપની પ્રગતિ કરી રહી છે. ઓછી કિમંતમાં લોકોને ફેવરિટ સ્થાનો પર લઈ જવા સારું પેકેજ આપતા તેમની ટ્રાવેલ્સ કંપનીને પસંદ કરવામાં આવી રહી છે. અમારી ટ્રાવેલ્સ કંપની ઉત્તરોતર પ્રગતિ કરતી હોવાથી ધંધાને નુકસાન પંહોચાડવાના ઇરાદે એક વર્ષ પહેલા અમારી બસ સળગાવવામાં આવી હતી. અમને શંકા છે કે લાલો નામના જૂનાગઢના માથાભારે શખ્સ દ્વારા મારી બસ ચોરી કરવા અને મારી સોપારી આપવામાં આવી. અમે પણ ટ્રાવેલ્સ ના ધંધાર્થી છીએ એક વર્ષ પહેલા મારી બસ સળગાવી નાખવામાં આવી હતી.અને આ મામલે મે અનેક વખત અરજી અને ફરિયાદ કરી છે છતાં હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી.

Rajkotમાં ટ્રાવેલ્સના ધંધાર્થી વિજયસિંહના પોલીસ અને પ્રતિસ્પર્ધી પર ગંભીર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ટ્રાવેલ્સના ધંધાર્થી વિજયસિંહએ પોલીસ અને પ્રતિસ્પર્ધી પર આક્ષેપ કર્યો. વિજયસિંહનો આક્ષેપ છે કે પોલીસ અમારી ફરિયાદ કાને ધરતી નથી. પોલીસ ‘માતૃ કૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તેમ પોલીસ કરે છે'. ટ્રાવેલ્સનો ધંધો કરનાર વિજયસિંહ માલવિયા પોલીસ પર અસહાકર મામલે ફરિયાદ કરી. સાથે એ આક્ષેપ પણ કર્યો પોલીસ તેના પ્રતિસ્પર્ધીના ઇશારા પર જ કામ કરે છે.

ટ્રાવેલ્સ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા

શહેરમાં ટ્રાવેલ્સનો ધંધો અત્યારે કુરુક્ષેત્રનું મેદાન બની રહ્યો છે. શહેરની નામાંકિત ટ્રાવેલ્સ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થઈ રહી છે. અને આ જ કારણ છે કે આ સ્પર્ધામાં હવે બસ સળગાવવા તેમજ હત્યાના પ્રયાસ જેવા ગેરકાનૂની કામો પણ સામેલ થયા. ટ્રાવેલ્સનો ધંધો કરનાર વિજયસિંહ નામના શખ્સે પોલીસ અને તેમના પ્રતિસ્પર્ધી પર ગંભીર આરોપ લગાવ્યા. ટ્રાવેલ્સના ધંધાર્થી વિજયસિંહ જાડેજાના આક્ષેપ છે કે પોલીસ મારી ફરિયાદ લેતી નથી. માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલકો માથાભારે હોવાથી તેઓ પોલીસને કહે તેટલું જ પાણી પીવે છે.

પોલીસ પર ગંભીર આરોપ

વિજયસિંહે જણાવ્યું કે એક વર્ષ પહેલા મારી બસ સળગાવવામાં આવી હતી. બસ સળગાવવાની ઘટનાની અમે પોલીસમાં ફરિયાદ કરી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં બસ સળગાવવાની ઘટનાની તેમની ફરિયાદ નોંધવામાં આવતી નથી. અમને આ ઘટનામાં માતૃકૃપા ટ્રાવેલ્સની સંડોવણી હોવાની શંકા છે.આથી જ અમે આ ઘટનાની યોગ્ય તપાસ થાય માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા. પરંતુ પોલીસ અમારી ફરિયાદ નોંધતી નથી. આથી અમને શંકા છે કે તેમના કટ્ટરપ્રતિસ્પર્ધી માતૃકૃપાના સંચાલકોની અને પોલીસની આ મામલે મીલીભગત હોઈ શકે. અને એટલે જ અમારી બસ સળગાવવા મુદ્દે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થતી નથી.

માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલકો માથાભારે

વધુમાં વિજયસિંહે જણાવ્યું કે માતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલકો માથાભારે છે. બસ સળગાવી ટ્રાવેલ્સના ધંધાને નુકસાન પંહોચાડવા ઉપરાંત મારી હત્યા માટે સોપારી પણ આપી હોવાની શંકા છે. ટ્રાવેલ્સના ધંધાર્થી મેહુલ સિંહ રીબડાના ભય અને ખોફથી કોઈ બોલવા તૈયાર નથી. આ વિસ્તારમાં અને આ ધંધામાં તેમની ધાક વધુ છે.માતૃ કૃપા ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા કેટલાક મામલામાં અલગ અલગ 9 ફરિયાદ થઈ હોવા છતાં તેના સંચાલક ઉપર નામ જોગ ફરિયાદ પણ દાખલ નથી થઈ. માતૃ કૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તેમ જ પોલીસ કામ કરે છે.

વર્ષ પહેલાં ઘટના બની છતાં નથી કોઈ કાર્યવાહી

શહેરમાં અમારી ટ્રાવેલ્સ કંપની પ્રગતિ કરી રહી છે. ઓછી કિમંતમાં લોકોને ફેવરિટ સ્થાનો પર લઈ જવા સારું પેકેજ આપતા તેમની ટ્રાવેલ્સ કંપનીને પસંદ કરવામાં આવી રહી છે. અમારી ટ્રાવેલ્સ કંપની ઉત્તરોતર પ્રગતિ કરતી હોવાથી ધંધાને નુકસાન પંહોચાડવાના ઇરાદે એક વર્ષ પહેલા અમારી બસ સળગાવવામાં આવી હતી. અમને શંકા છે કે લાલો નામના જૂનાગઢના માથાભારે શખ્સ દ્વારા મારી બસ ચોરી કરવા અને મારી સોપારી આપવામાં આવી. અમે પણ ટ્રાવેલ્સ ના ધંધાર્થી છીએ એક વર્ષ પહેલા મારી બસ સળગાવી નાખવામાં આવી હતી.અને આ મામલે મે અનેક વખત અરજી અને ફરિયાદ કરી છે છતાં હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી.