Rajkotમાં ગર્ભવતી પત્ની પર શંકા જતાં વોટ્સએપ પર પતિએ આપ્યા 'તલાક.. !'

રાજકોટમાં વોટ્સએપ પર પતિએ પત્નીને તલાક આપ્યા. ગર્ભવતી પત્ની પર શંકા જતા પતિએ તલાક આપ્યા. પીડિત મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પીડિત મહિલા મુસ્લિમ સમાજમાંથી આવે છે. પીડિત મહિલાના પોરબંદના યુવક સાથે નિકાહ થયા હતા. આ યુવાન હાલમાં આફ્રિકા છે. અને આફ્રિકાના કોંગોથી યુવાને તેની પત્નીને વોટસએપ દ્વારા ત્રણ વખત તલાક આપી દીધા. પતિના તલાક આપવા મામલે પીડિત મહિલાએ પતિ સહિત સાસરિયા સામે પણ ફરિયાદ નોંધાવી.પીડિતની ફરિયાદપ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જુમ્મા મસ્જિદ ચોક નજીક રહેતી રેશમા બેન નામની પરણિતાને મૂળ પોરબંદરના રાણાવાવના શબ્બીર સાથે 2021માં નિકાહ થયા હતા. પોરબંદરના યુવાન સાથે નિકાહ થયા બાદ પીડિતા તેમના ઘરે રહેતી હતી. દરમ્યાન યુવાન રોજગાર અર્થે આફ્રિકા ગયો. જો કે પીડિત મહિલા ગર્ભવતી બનતા પતિ અને સાસરિયા નારાજ થયા હતા. પત્ની ગર્ભવતી બનતા આફ્રિકાના કોંગોમાં રહેતા યુવાનને શંકા ગઈ. અને તેણે કોંગોથી વોટ્સ એપ દ્વારા મેસેજ કરી ત્રણ વખત તલાક..તલાક...તલાક લખી પત્ની તલાક આપી દીધા.યુવાને વ્હોટસપથી તલાક આપતા આ કિસ્સાને લઈને ચકચાર મચી જવા પામી છે. પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ સમગ્ર કિસ્સાની તપાસ કરી ઉચિત કાર્યવાહી કરશે. આ તલાક માન્ય રહેશે કે કેમ તે પણ જોવાનું રહેશે. દેશમાં મુસ્લિમ લો ને લઈને અલગ કાયદા છે. તલાક માન્ય રહેશે ?મુસ્લિમ ધર્મમાં પતિ-પત્નીને ડાયવોર્સ માટેની કાર્યવાહીની અલગ રીત છે. હિંદુ ર્ધમમાં પતિ-પત્નીના છૂટાછેડા માટે વિવિધ લો મુજબ કાર્યવાહી થયા બાદ માન્ય રાખવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં તલ્લાક...તલ્લાક...તલ્લાક...એમ ત્રણ વખત બોલી ડાયવોર્સ થાય છે. થોડા વર્ષ પહેલાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દુબઈ ગયેલા એક યુવકે તેની પત્નીને વોટ્સએપ પર મેસેજ લખી તલાક આપ્યા હતા. એ સમયે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઇન્ટરનેટ,ચેટ, ફોન દ્વારા આપવામાં આવતા તલાક માન્ય રહેશે કે નહી? ફતવો માનવો મરજીયાતમુસ્લિમ ધર્મમાં આ મુદ્દે 2008ના શરિયત નિકાહનામું' મુજબ પુરુષ નશાની અવસ્થામાં ફોન પર અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી તલાક આપી શકે નહીં. પરંતુ તેના બાદ તેમાં સુધારો કરાતા અનેક મુફ્તીઓએ ઈલેક્ટ્રોનિક સંચાર પ્રણાલીથી આપવામાં આવેલા તલ્લાકને માન્ય ગણાવ્યા હતા. પરંતુ આ ફતવો માનવો કે નહીં તે મરજીયાત બાબત હોય છે. આ કિસ્સામાં પત્ની ગર્ભવતી હોવાથી શરિયત કાનૂન લાગુ પડશે કે નહીં તેને લઈને મુસ્લિમ ધર્મગુરુના સૂચન લેવાશે.

Rajkotમાં ગર્ભવતી પત્ની પર શંકા જતાં વોટ્સએપ પર પતિએ આપ્યા 'તલાક.. !'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં વોટ્સએપ પર પતિએ પત્નીને તલાક આપ્યા. ગર્ભવતી પત્ની પર શંકા જતા પતિએ તલાક આપ્યા. પીડિત મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પીડિત મહિલા મુસ્લિમ સમાજમાંથી આવે છે. પીડિત મહિલાના પોરબંદના યુવક સાથે નિકાહ થયા હતા. આ યુવાન હાલમાં આફ્રિકા છે. અને આફ્રિકાના કોંગોથી યુવાને તેની પત્નીને વોટસએપ દ્વારા ત્રણ વખત તલાક આપી દીધા. પતિના તલાક આપવા મામલે પીડિત મહિલાએ પતિ સહિત સાસરિયા સામે પણ ફરિયાદ નોંધાવી.

પીડિતની ફરિયાદ

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જુમ્મા મસ્જિદ ચોક નજીક રહેતી રેશમા બેન નામની પરણિતાને મૂળ પોરબંદરના રાણાવાવના શબ્બીર સાથે 2021માં નિકાહ થયા હતા. પોરબંદરના યુવાન સાથે નિકાહ થયા બાદ પીડિતા તેમના ઘરે રહેતી હતી. દરમ્યાન યુવાન રોજગાર અર્થે આફ્રિકા ગયો. જો કે પીડિત મહિલા ગર્ભવતી બનતા પતિ અને સાસરિયા નારાજ થયા હતા. પત્ની ગર્ભવતી બનતા આફ્રિકાના કોંગોમાં રહેતા યુવાનને શંકા ગઈ. અને તેણે કોંગોથી વોટ્સ એપ દ્વારા મેસેજ કરી ત્રણ વખત તલાક..તલાક...તલાક લખી પત્ની તલાક આપી દીધા.યુવાને વ્હોટસપથી તલાક આપતા આ કિસ્સાને લઈને ચકચાર મચી જવા પામી છે. પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ સમગ્ર કિસ્સાની તપાસ કરી ઉચિત કાર્યવાહી કરશે. આ તલાક માન્ય રહેશે કે કેમ તે પણ જોવાનું રહેશે. દેશમાં મુસ્લિમ લો ને લઈને અલગ કાયદા છે.

તલાક માન્ય રહેશે ?

મુસ્લિમ ધર્મમાં પતિ-પત્નીને ડાયવોર્સ માટેની કાર્યવાહીની અલગ રીત છે. હિંદુ ર્ધમમાં પતિ-પત્નીના છૂટાછેડા માટે વિવિધ લો મુજબ કાર્યવાહી થયા બાદ માન્ય રાખવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં તલ્લાક...તલ્લાક...તલ્લાક...એમ ત્રણ વખત બોલી ડાયવોર્સ થાય છે. થોડા વર્ષ પહેલાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દુબઈ ગયેલા એક યુવકે તેની પત્નીને વોટ્સએપ પર મેસેજ લખી તલાક આપ્યા હતા. એ સમયે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઇન્ટરનેટ,ચેટ, ફોન દ્વારા આપવામાં આવતા તલાક માન્ય રહેશે કે નહી?

ફતવો માનવો મરજીયાત

મુસ્લિમ ધર્મમાં આ મુદ્દે 2008ના શરિયત નિકાહનામું' મુજબ પુરુષ નશાની અવસ્થામાં ફોન પર અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી તલાક આપી શકે નહીં. પરંતુ તેના બાદ તેમાં સુધારો કરાતા અનેક મુફ્તીઓએ ઈલેક્ટ્રોનિક સંચાર પ્રણાલીથી આપવામાં આવેલા તલ્લાકને માન્ય ગણાવ્યા હતા. પરંતુ આ ફતવો માનવો કે નહીં તે મરજીયાત બાબત હોય છે. આ કિસ્સામાં પત્ની ગર્ભવતી હોવાથી શરિયત કાનૂન લાગુ પડશે કે નહીં તેને લઈને મુસ્લિમ ધર્મગુરુના સૂચન લેવાશે.