Rajkotમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, 12 કલાકમાં થઈ 2 હત્યા

Jul 14, 2025 - 19:30
Rajkotમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, 12 કલાકમાં થઈ 2 હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં વધુ હત્યા જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર 12 કલાકના સમયગાળામાં શહેરમાં હત્યાની આ બીજી ઘટના નોંધાઈ છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, દિવસેને દિવસે અહીં ખાખીનો ખૌફ ઉતરી રહ્યો છે. નાની નાની વાતમાં તલવાર, ધોકા ખેંચી લેવા કે છરીના ઘા મારવા મોટી વાત રહી નથી. ત્યારે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી મફતિયા પરામાં રહેતા 35 વર્ષીય અજય કાનજી ચારોલા નામના યુવાનની ગઈકાલે છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.

બે હત્યાની ઘટનાઓથી લોકોમાં ભય અને રોષ

રાજકોટમાં યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે અજય ચારોલા એસિડની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની કિરણ અને ત્રણ બાળકો છે. જેમાં 2 દીકરી અને 1 દીકરો છે. ગઈકાલ તે ચા પીવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, થોડા સમય બાદ એક વ્યક્તિએ તેના ઘરે આવીને અજયને છરી મારી દેવામાં આવી હોવાની જાણ કરી હતી. શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓથી લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસે હત્યાની ઘટનામાં તપાસ શરૂ કરી

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પરપ્રાંતીય વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. અજય ચારોલાને દારૂ પીવાની ટેવ હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને કારણે કોઈ ઝઘડો થયો હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન બે હત્યારાઓને પકડી પાડ્યા હતા. જેમાં શાહરૂખ સરવદી અને અકરમ સરવદી નામના હત્યારાઓની પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટમાં હત્યાની ઘટનાએ હાહાકાર મચાવતા પોલીસે તાત્કાલિક બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, તેમજ હત્યા શા માટે કરી તેની વધુ તપાસ હાથ ધરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0