Rajkotમાં ઓક્ટોબર 2024થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભરશે ઉડાન,મુસાફરોમાં ખુશીનો માહોલ

રાજકોટ હીરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા કરવામાં આવી જાહેરાત ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી કરી ઉજવણી રાજકોટમાં આખરે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ઓકટોબર 2024થી થશે શરૂ.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે,તો બીજી તરફ નિર્માણ પામી રહેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે,એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે. એક વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ ઉડી નથી હીરાસર એરપોર્ટમા નામ બડે દર્શન છોટે જેવો હાલ સર્જાયો હતા. વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય, ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય તેવું ચલાવી શકાય નહીં. એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભરી નથી. જાણો શું છે આ એરપોર્ટની ખાસિયત હીરાસર એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે. 7 બોર્ડિંગ ગેટની સુવિધા એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.

Rajkotમાં ઓક્ટોબર 2024થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભરશે ઉડાન,મુસાફરોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ હીરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા કરવામાં આવી જાહેરાત
  • ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે
  • રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી કરી ઉજવણી

રાજકોટમાં આખરે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ઓકટોબર 2024થી થશે શરૂ.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે,તો બીજી તરફ નિર્માણ પામી રહેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે,એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે.

એક વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ ઉડી નથી

હીરાસર એરપોર્ટમા નામ બડે દર્શન છોટે જેવો હાલ સર્જાયો હતા. વડાપ્રધાનનાં ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય, ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય તેવું ચલાવી શકાય નહીં. એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભરી નથી.

જાણો શું છે આ એરપોર્ટની ખાસિયત

હીરાસર એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

7 બોર્ડિંગ ગેટની સુવિધા

એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.