Rajkotમાં આ જગ્યાએ કરી શકાશે ગણેશ વિસર્જન, વાંચો ફુલ સ્ટોરી
રાજકોટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી દેવામાં આવી છે,જેમાં આ વખતે મનપા દ્રારા આજીડેમ ખાણ 1 અને 2 ખાતે ગણેશ વિસર્જન કરી શકાય તેનું આયોજન કરવામાં આવ્યું છે,સાથે ઝાંખરા પીર પાળમાં પણ કરી શકાશે ગણેશ વિસર્જન,તો તંત્ર દ્રારા તરવૈયા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ રાજકોટવાસીઓ કરી રહ્યાં છે ગણેશ વિસર્જન. ફાયર વિભાગની ટીમ તૈનાત રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ ફાયર વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.રંગેચંગે ઉજવણી કર્યા બાદ લોકો દિવસ પ્રમાણે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે.રાજકોટ મનપા દ્રારા શહેરીજનોને કોઈ અગવડ ના પડે તેને લઈ ખાસ સુવિધા ઉભી કરી છે,આ વખતે ગણેશ વિસર્જન વખતે ફાયરની 7 ટીમ અલગ-અલગ જગ્યાએ હાજર રહેશે અને 100 જેટલા ફાયર જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે,કોઈપણ દુર્ઘટના બને નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટમાં આ જગ્યા પર કરી શકાશે ગણેશ વિસર્જન 01-આજીડેમ 1 ખાતે વિસર્જન કરી શકાશે 02-આજીડેમ 2 ખાતે વિસર્જન કરી શકાશે 03-આજીડેમ 3 ખાતે વિસર્જન કરી શકાશે 04-એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ ખાતે વિસર્જન કરી શકાશે 05-જામનગર રોડ ન્યારાના પાટીયા પાસે વિસર્જન કરી શકાશે 06-કાલાવડ રોડ વાગુદડ ગામ, બાલાજી વેફર્સની સામે વિસર્જન કરી શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે નોંધાશે ફરિયાદ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાઈ શકે છે,મનપા દ્રારા કુલ 6 જગ્યાઓ પર ગણેશ વિસર્જનને લઈ પરવાનગી આપવામા આવી છે તે સિવાયની કોઈ પણ જગ્યાએ ગણેશ વિસર્જન કરાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે,મહત્વનું છે કે જાહેર રોડ પર અને ખુલ્લી જગ્યાએ વિસર્જન કરી શકાશે નહી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી દેવામાં આવી છે,જેમાં આ વખતે મનપા દ્રારા આજીડેમ ખાણ 1 અને 2 ખાતે ગણેશ વિસર્જન કરી શકાય તેનું આયોજન કરવામાં આવ્યું છે,સાથે ઝાંખરા પીર પાળમાં પણ કરી શકાશે ગણેશ વિસર્જન,તો તંત્ર દ્રારા તરવૈયા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ રાજકોટવાસીઓ કરી રહ્યાં છે ગણેશ વિસર્જન.
ફાયર વિભાગની ટીમ તૈનાત
રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ ફાયર વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.રંગેચંગે ઉજવણી કર્યા બાદ લોકો દિવસ પ્રમાણે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે.રાજકોટ મનપા દ્રારા શહેરીજનોને કોઈ અગવડ ના પડે તેને લઈ ખાસ સુવિધા ઉભી કરી છે,આ વખતે ગણેશ વિસર્જન વખતે ફાયરની 7 ટીમ અલગ-અલગ જગ્યાએ હાજર રહેશે અને 100 જેટલા ફાયર જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે,કોઈપણ દુર્ઘટના બને નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
રાજકોટમાં આ જગ્યા પર કરી શકાશે ગણેશ વિસર્જન
01-આજીડેમ 1 ખાતે વિસર્જન કરી શકાશે
02-આજીડેમ 2 ખાતે વિસર્જન કરી શકાશે
03-આજીડેમ 3 ખાતે વિસર્જન કરી શકાશે
04-એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ ખાતે વિસર્જન કરી શકાશે
05-જામનગર રોડ ન્યારાના પાટીયા પાસે વિસર્જન કરી શકાશે
06-કાલાવડ રોડ વાગુદડ ગામ, બાલાજી વેફર્સની સામે વિસર્જન કરી શકાશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે નોંધાશે ફરિયાદ
પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાઈ શકે છે,મનપા દ્રારા કુલ 6 જગ્યાઓ પર ગણેશ વિસર્જનને લઈ પરવાનગી આપવામા આવી છે તે સિવાયની કોઈ પણ જગ્યાએ ગણેશ વિસર્જન કરાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવશે,મહત્વનું છે કે જાહેર રોડ પર અને ખુલ્લી જગ્યાએ વિસર્જન કરી શકાશે નહી.