Rajkotમાં અજ્ઞાત ઝેરી જંતુ કરડવાથી બેના મોત, સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ

Jul 29, 2025 - 16:00
Rajkotમાં અજ્ઞાત ઝેરી જંતુ કરડવાથી બેના મોત, સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામમાં અજ્ઞાત ઝેરી જંતુનો આતંક ફેલાયો છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. ગ્રામજનોના દાવો કરે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ વ્યક્તિઓને આ ઝેરી જંતુ કરડ્યું છે. તથાં આ ઝેરી જંતુ કરડવાથી પાંચમાંથી બે લોકોના મોત થયું છે. ગ્રામજનોના આવા ચોંકાવનારા કથનથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છ મહિનામાં ઝેરી જંતુ કરડવાથી બે લોકોનું માત થતા સમગ્ર પંથક ભયભીત થઈ ગયું છે.

 છેલ્લા અઠવાડિયામાં વધુ બે વ્યક્તિઓને ઝેરી જંતુએ બનાવ્યો ભોગ

પાટણવાવના પીર વાડી વિસ્તારમાં આ ઝેરી જંતુનો ભય પ્રવર્તી રહ્યો છે.જ્યાં ગ્રામજનોનું કહેવું છે કે ત્રણ દિવસ પહેલા નીતિનભાઈ પેથાણી નામના એક પ્રૌઢનું આવુંજ કોઈ ઝેરી જંતુ કરડવાથી મોત થયું છે. આ પહેલા છ મહિના પૂર્વે પણ કેશુભાઈ નામના એક વૃદ્ધનું આજ પ્રકારે કોઈ ઝેરી જંતુ કરડવાથી મોત નીપજ્યું હતું. ગ્રામજનોનો દાવો છે કે આ બંને મોતનું કારણ કોઈ ઝેરી જંતુ જ છે. છેલ્લા એક અઠવાડિયામાં જ આ ઝેરી જંતુએ વધુ બે વ્યક્તિઓને પણ કરડીને ભોગ બનાવ્યા હતા.

આ ગંભીર બનાવને પગલે તંત્ર પણ આવ્યું હરકતમાં

છેલ્લા બે દિવસથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ, રાજકોટ આરોગ્ય શાખા, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એન્ટોમોલોજિસ્ટ વિભાગ અને મલેરિયા-મચ્છર નિષ્ણાતોની ટીમ પાટણવાવ ખાતે ધામા નાખી તપાસ કરી રહી છે. એક પ્રૌઢને તો રાજકોટની સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલવામાં આવ્યા હતી. નિષ્ણાતો દ્વારા આ રહસ્યમય જંતુની ઓળખ કરવા અને તેનાથી બચવા માટેના ઉપાયો શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી એક અઠવાડિયામાં રિપોર્ટ આવ્યા બાદ આ જંતુની વધુ વિગતો બહાર આવી શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0