Rajkotને પાણી પુરૂ પાડતા ભાદર અને આજી ડેમની જળસપાટી પાંચ ફૂટ વધી

સૌરાષ્ટ્રમાં વરસાદના જોર ઘટ્યું છતાં ડેમમાં પાણીની આવક ચાલુ અડધાથી પાંચ ફૂટ સુધી નવા પાણીની આવક નોંધાઇ છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.62 ફૂટ નવું પાણી આવતા સપાટી 21.20 ફૂટ પર પહોંચી રાજકોટમાં હાલ વરસાદે વિરામ લીધો છે તેમ છત્તા ડેમમાં નવા નીરની આવક યથાવત છે.સૌરાષ્ટ્રના 16 ડેમોમાં પાણીની આવક યથાવત છે.છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.62 ફૂટ નવું પાણી આવતા સપાટી 21.20 ફૂટ પર પહોંચી છે,તો આજીડેમ 1 માં 0.30 ફૂટ આવક થાય સપાટી 25.90 ફૂટ પર પહોંચી છે. વરસાદ બંધ પણ પાણીની આવક ચાલુ સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર છે કે,સિંચાઈ હસ્તકના 82 ડેમોમાંથી 12 ડેમ ઓવરફલો થઈ ગયા છે,ત્યારે રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો ભાદર ડેમ પણ ઓવરફલો થયો છે.આસપાસના ગામડાઓમાં પાણીની સમસ્યા પણ દૂર થશે સાથે સાથે ફૂલઝર 1,ગઢકી,રૂપારેલા, સોનમતી,સિંધણી,કાબરકા ડેમમાં પણ પાણીની આવક અવિરત ચાલુ છે. વેણુ ડેમના 5 દરવાજા ખોલાયા ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં આવેલો વેણુ ડેમ છલકાઈ ગયો છે અને ડેમના 5 દરવાજા ખોલાયા છે અને પાણી નદી તરફ જઈ રહ્યું છે.નદી તરફના ગામોને એલર્ટ કરાયા છે.તેમજ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે,નદીના પટ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.તો એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો આ સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે,ત્યારે સૌરાષ્ટ્રના તમામ ડેમો ઓવરફલો થયા છે,હવામાન વિભાગની આગાહી મૂજબ અગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાની શકયતા છે,આ વખતે પીવાના પાણીની સમસ્યા સૌરાષ્ટ્ર માટે રાહત આપશે કેમકે,સિઝનની શરૂઆતથી જ ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે.

Rajkotને પાણી પુરૂ પાડતા ભાદર અને આજી ડેમની જળસપાટી પાંચ ફૂટ વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રમાં વરસાદના જોર ઘટ્યું છતાં ડેમમાં પાણીની આવક ચાલુ
  • અડધાથી પાંચ ફૂટ સુધી નવા પાણીની આવક નોંધાઇ
  • છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.62 ફૂટ નવું પાણી આવતા સપાટી 21.20 ફૂટ પર પહોંચી

રાજકોટમાં હાલ વરસાદે વિરામ લીધો છે તેમ છત્તા ડેમમાં નવા નીરની આવક યથાવત છે.સૌરાષ્ટ્રના 16 ડેમોમાં પાણીની આવક યથાવત છે.છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.62 ફૂટ નવું પાણી આવતા સપાટી 21.20 ફૂટ પર પહોંચી છે,તો આજીડેમ 1 માં 0.30 ફૂટ આવક થાય સપાટી 25.90 ફૂટ પર પહોંચી છે.

વરસાદ બંધ પણ પાણીની આવક ચાલુ

સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર છે કે,સિંચાઈ હસ્તકના 82 ડેમોમાંથી 12 ડેમ ઓવરફલો થઈ ગયા છે,ત્યારે રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો ભાદર ડેમ પણ ઓવરફલો થયો છે.આસપાસના ગામડાઓમાં પાણીની સમસ્યા પણ દૂર થશે સાથે સાથે ફૂલઝર 1,ગઢકી,રૂપારેલા, સોનમતી,સિંધણી,કાબરકા ડેમમાં પણ પાણીની આવક અવિરત ચાલુ છે.

વેણુ ડેમના 5 દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં આવેલો વેણુ ડેમ છલકાઈ ગયો છે અને ડેમના 5 દરવાજા ખોલાયા છે અને પાણી નદી તરફ જઈ રહ્યું છે.નદી તરફના ગામોને એલર્ટ કરાયા છે.તેમજ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે,નદીના પટ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.તો એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

આ સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે,ત્યારે સૌરાષ્ટ્રના તમામ ડેમો ઓવરફલો થયા છે,હવામાન વિભાગની આગાહી મૂજબ અગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થવાની શકયતા છે,આ વખતે પીવાના પાણીની સમસ્યા સૌરાષ્ટ્ર માટે રાહત આપશે કેમકે,સિઝનની શરૂઆતથી જ ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે.