Rajkotના પુનિતનગરમાં પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી પર થયું ફાયરિંગ

રાજકોટના પુનિતનગરમાં મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે જેમાં પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી ઉપર ફાયરિંગ થયું છે જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે,અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે,તો પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપવા કામગીરી કરી રહી છે. કારમાં આવેલા 2 લોકો ફાયરિંગ કરીને ફરાર રાજકોટમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે જેમાં અંગત અદાવતમાં તોસિફ અને સોહેલે ફાયરિંગ કર્યાનું ખૂલ્યું છે,આ ફાયરિંગમાં પેંડા ગેંગના સાગરીત માનતા ગઢવી પર ફાયરિંગ થયું છે જેમાં ઘટનાની જાણ થતાની સાથે જ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને તેને પગના ભાગે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.ફરિયાદીના ઘર નજીક આવી તેની પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે.ફાયરિંગ કરનારા થયા ફરાર જૂની અદાવતને કે ઝગડાને લઈને ઘટના ઘટી હોવાનું પોલીસને અનુમાન છે,તો જંગલેશ્વર વિસ્તારમાં કારમાં આવેલા તોસિફ અને સોહેલ નામના શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.પોલીસે હાલમાં આરોપીઓની ધરપકડ કરી નથી કેમકે આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થયા છે,તો આસપાસના લોકોમાં પણ ગભરાહટ જોવા મળ્યો છે.પોલીસે આસપાસના સીસીટીવી તપાસી આરોપીઓને ઝડપવા માટેની કામગીરી કરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીઓ સુધી પોલીસ કયારે પહોંચી શકે છે. કુવાડવામાં પણ પાંચ દિવસ પહેલા ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો કુવાડવા પોલીસ મથકના વિસ્તારમાં એક શખ્સ ગોડાઉનની છત પર ચડી હથિયારમાંથી ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાઇરલ થતા પીએસઆઇ વરૂ સહિતના સ્ટાફે તપાસ કરતાં ફાયરિંગ કરનાર નવાગામ આણંદપર મફતિયાપરામાં રહેતા અને દૂધનો વેપાર કરતો અજય ઉર્ફે અજુ જવણભાઇ ઝાપડા હોવાનું બહાર આવતા પોલીસે અજયની અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ કરી હતી.

Rajkotના પુનિતનગરમાં પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી પર થયું ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના પુનિતનગરમાં મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે જેમાં પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી ઉપર ફાયરિંગ થયું છે જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે,અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે,તો પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપવા કામગીરી કરી રહી છે.

કારમાં આવેલા 2 લોકો ફાયરિંગ કરીને ફરાર

રાજકોટમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે જેમાં અંગત અદાવતમાં તોસિફ અને સોહેલે ફાયરિંગ કર્યાનું ખૂલ્યું છે,આ ફાયરિંગમાં પેંડા ગેંગના સાગરીત માનતા ગઢવી પર ફાયરિંગ થયું છે જેમાં ઘટનાની જાણ થતાની સાથે જ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને તેને પગના ભાગે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.ફરિયાદીના ઘર નજીક આવી તેની પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે.

ફાયરિંગ કરનારા થયા ફરાર

જૂની અદાવતને કે ઝગડાને લઈને ઘટના ઘટી હોવાનું પોલીસને અનુમાન છે,તો જંગલેશ્વર વિસ્તારમાં કારમાં આવેલા તોસિફ અને સોહેલ નામના શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.પોલીસે હાલમાં આરોપીઓની ધરપકડ કરી નથી કેમકે આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થયા છે,તો આસપાસના લોકોમાં પણ ગભરાહટ જોવા મળ્યો છે.પોલીસે આસપાસના સીસીટીવી તપાસી આરોપીઓને ઝડપવા માટેની કામગીરી કરી છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીઓ સુધી પોલીસ કયારે પહોંચી શકે છે.

કુવાડવામાં પણ પાંચ દિવસ પહેલા ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો

કુવાડવા પોલીસ મથકના વિસ્તારમાં એક શખ્સ ગોડાઉનની છત પર ચડી હથિયારમાંથી ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાઇરલ થતા પીએસઆઇ વરૂ સહિતના સ્ટાફે તપાસ કરતાં ફાયરિંગ કરનાર નવાગામ આણંદપર મફતિયાપરામાં રહેતા અને દૂધનો વેપાર કરતો અજય ઉર્ફે અજુ જવણભાઇ ઝાપડા હોવાનું બહાર આવતા પોલીસે અજયની અટકાયત કરી હતી અને વધુ પૂછપરછ કરી હતી.