Rajkotના જેતપુરના ખોડલધામ ખાતે ખોડલ જયંતિની ઉજવણી કરાઈ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજરોજ મહાસુદ આઠમના દિવસે સમસ્ત લેઉઆ પટેલ સમાજના કુળદેવીમાં ખોડલનો પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભકતોનું ઉમટયું ઘોડાપૂર શ્રી ખોડિયાર જયંતીના પાવન અવસરેમાં ખોડલને વિશિષ્ટ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અને સવારથી જ ભક્તો માટે અન્નકોટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાથે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. કન્વીનર મીટ પણ યોજાઈ ખોડલ જયંતિ નિમિતે ઓલ ગુજરાત કન્વીનર મીટ પણ પરિસરમાં રાખવામાં આવેલ હતી. જેમાં નરેશભાઈ પટેલે કન્વીનરોને સંબોધ્યા હતાં. તેમજ ખોડલધામની યુવા સમિતિમાં નવા આવેલ સભ્યોને ખેસ પહેરાવીને તેઓને આવકાર્યા હતાં.નરેશભાઈ પટેલે મીડિયાને સંબોધતા ખોડલધામ જયંતિ નિમિતે સૌ કોઈને ખોડલ જયંતિની શુભેચ્છા પાઠવી હતી. જોકે, તેઓને જયેશભાઇ રાદડિયા ચાલતા વિવાદ વિશે પૂછતાં તેઓએ નો કોમેન્ટ બોલી જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. કાગવડ ગામ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.

Rajkotના જેતપુરના ખોડલધામ ખાતે ખોડલ જયંતિની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજરોજ મહાસુદ આઠમના દિવસે સમસ્ત લેઉઆ પટેલ સમાજના કુળદેવીમાં ખોડલનો પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ભકતોનું ઉમટયું ઘોડાપૂર

શ્રી ખોડિયાર જયંતીના પાવન અવસરેમાં ખોડલને વિશિષ્ટ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અને સવારથી જ ભક્તો માટે અન્નકોટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાથે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શનાર્થે ઉમટી રહ્યા છે.

કન્વીનર મીટ પણ યોજાઈ

ખોડલ જયંતિ નિમિતે ઓલ ગુજરાત કન્વીનર મીટ પણ પરિસરમાં રાખવામાં આવેલ હતી. જેમાં નરેશભાઈ પટેલે કન્વીનરોને સંબોધ્યા હતાં. તેમજ ખોડલધામની યુવા સમિતિમાં નવા આવેલ સભ્યોને ખેસ પહેરાવીને તેઓને આવકાર્યા હતાં.નરેશભાઈ પટેલે મીડિયાને સંબોધતા ખોડલધામ જયંતિ નિમિતે સૌ કોઈને ખોડલ જયંતિની શુભેચ્છા પાઠવી હતી. જોકે, તેઓને જયેશભાઇ રાદડિયા ચાલતા વિવાદ વિશે પૂછતાં તેઓએ નો કોમેન્ટ બોલી જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો.

કાગવડ ગામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે.