Rajkotના ઉપલેટામાં PGVGCLના કર્મચારીઓએ ચાલુ વરસાદે લાઈટ ફોલ્ટની કામગીરી કરતા લોકોએ બિરદાવ્યા

ઉપલેટામાં ચાલુ વરસાદે લાઇટના ફોલ્ટની કામગીરી PGVCLના કર્મચારીએ ટ્રક પર ચઢી કર્યુ રિપેરીંગ કામ કર્મચારીનો કામ કરતો વીડિયો સો.મીડિયામાં વાયરલ રાજકોટના ઉપલેટા પી.જી.વિ.સી.એલ કચેરીના સ્ટાફે ચાલુ વરસાદે બજાવી પોતાની ફરજ.લાઈટનો ફોલ્ટ આવતા ટ્રક પર ચડીને કામ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.ઉપલેટા રૂરલ સ્ટાફ દ્વારા કામ કરતા હોવાનો આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી છે,પોતાના જીવની પરવાહ કર્યા વિના તેઓ કામગીરી કરી રહ્યાં છે. ઉપલેટાના ગામો પાણીમાં ફેરવાયા ઉપલેટા તાલુકાના છ ગામો બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના લાઠ, સમઢીયાળા, કુંડેચ, તલગણા, ભીમોરા, મજેઠી, કાથરોટા મોટી પાનેલી બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના તલગણામાં ત્રણ કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તલગણામાં અનેક સોસાયટી,મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. તલગણાની તમામ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદે વધારી ચિંતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rajkotના ઉપલેટામાં PGVGCLના કર્મચારીઓએ ચાલુ વરસાદે લાઈટ ફોલ્ટની કામગીરી કરતા લોકોએ બિરદાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપલેટામાં ચાલુ વરસાદે લાઇટના ફોલ્ટની કામગીરી
  • PGVCLના કર્મચારીએ ટ્રક પર ચઢી કર્યુ રિપેરીંગ કામ
  • કર્મચારીનો કામ કરતો વીડિયો સો.મીડિયામાં વાયરલ

રાજકોટના ઉપલેટા પી.જી.વિ.સી.એલ કચેરીના સ્ટાફે ચાલુ વરસાદે બજાવી પોતાની ફરજ.લાઈટનો ફોલ્ટ આવતા ટ્રક પર ચડીને કામ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.ઉપલેટા રૂરલ સ્ટાફ દ્વારા કામ કરતા હોવાનો આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી છે,પોતાના જીવની પરવાહ કર્યા વિના તેઓ કામગીરી કરી રહ્યાં છે.

ઉપલેટાના ગામો પાણીમાં ફેરવાયા

ઉપલેટા તાલુકાના છ ગામો બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના લાઠ, સમઢીયાળા, કુંડેચ, તલગણા, ભીમોરા, મજેઠી, કાથરોટા મોટી પાનેલી બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના તલગણામાં ત્રણ કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તલગણામાં અનેક સોસાયટી,મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. તલગણાની તમામ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.