Rajkot: સાવકા પિતાએ મિત્ર સાથે મળી પુત્રી સાથે આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સાવકા બાપ અને તેના મિત્રએ મળીને પોતાની સાવકી પુત્રી ઉપર ન કરવાનું કરી દેતા ચકચાર મચી ગઈ છે. નરાધમ સાવકા બાપ દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી દેવાનો આરોપ લાગ્યો છે તો તેના મિત્રએ પણ સગીરા સાથે અડપલા કરી હેવાનિયત આચરવાનું પાપ કર્યું છે. આ બધામાં સગીરાની સગી માતાએ ભોગ બનનાર દીકરીને મદદ કરવાને બદલે તેને ધમકાવી ચૂપ કરાવી દીધી હતી.નરાધમ બાપ અને તેનો મિત્ર પોલીસના સકંજામાં જોકે આખો ખેલ બહાર આવ્યો અને ભોગ બનનાર સગીરાએ હિંમત કરી પોલીસ ફરિયાદ કરતા આખરે નરાધમ બાપ અને તેનો મિત્ર પોલીસના સકંજામાં આવ્યા છે. જ્યારે તેની માતા ફરાર થઈ છે. આ ઘટના રાજકોટમાં બની છે. યુનિવર્સિટી પોલીસ મથકમાં એક સગીરાએ આવીને પોતાના ઉપર થયેલી આપ વિતી જણાવતા પોલીસ પણ ખડભળી ઉઠી હતી. 14 વર્ષની સગીરાએ કહ્યું કે તે ઘરે એકલી હતી, ત્યારે તેના સાવકા બાપે તેની ઉપર નજર બગડી બળાત્કાર ગુજાર્યો અને જેને પગલે સગીરા લોહીલુહાણ થઈ ગઈ. પોતાના ઉપર બનેલી આ અમાનવીય ઘટનાથી દુઃખી થઈને સગીરાએ પોતાની માતાને આ વાત કરી તો માતાએ દીકરીને ટેકો આપવાની જગ્યાએ તેણીને ચૂપ રહેવા અને મરી જવાની વાત કરી દીધી. પોલીસે યુવતીની માતાની શોધખોળ હાથ ધરી એટલું જ નહીં સાવકા પિતા એ તો હેવાનિયત આચરી જ પણ તેના મિત્રને ખબર પડી તો તે પણ આ સગીરાની ઉપર નજર બગાડી તેને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી. આ બધા અત્યાચારનો ભોગ બનેલી દીકરી પોલીસ સ્ટેશને પહોંચી અને ત્યારબાદ પોલીસને પોતાની આપવીતી જણાવી સગીરાની વાત સાંભળી પોલીસ પણ હરકતમાં આવી છે અને સાવકા પિતા તેમજ તેના નરાધમ મિત્રને પકડી લીધા છે. જોકે આ બધા વચ્ચે સગીરાની માતા ફરાર થઈ ગઈ છે. હાલ તો દીકરીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સાવકા બાપ અને તેના મિત્રએ મળીને પોતાની સાવકી પુત્રી ઉપર ન કરવાનું કરી દેતા ચકચાર મચી ગઈ છે. નરાધમ સાવકા બાપ દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી દેવાનો આરોપ લાગ્યો છે તો તેના મિત્રએ પણ સગીરા સાથે અડપલા કરી હેવાનિયત આચરવાનું પાપ કર્યું છે. આ બધામાં સગીરાની સગી માતાએ ભોગ બનનાર દીકરીને મદદ કરવાને બદલે તેને ધમકાવી ચૂપ કરાવી દીધી હતી.
નરાધમ બાપ અને તેનો મિત્ર પોલીસના સકંજામાં
જોકે આખો ખેલ બહાર આવ્યો અને ભોગ બનનાર સગીરાએ હિંમત કરી પોલીસ ફરિયાદ કરતા આખરે નરાધમ બાપ અને તેનો મિત્ર પોલીસના સકંજામાં આવ્યા છે. જ્યારે તેની માતા ફરાર થઈ છે. આ ઘટના રાજકોટમાં બની છે. યુનિવર્સિટી પોલીસ મથકમાં એક સગીરાએ આવીને પોતાના ઉપર થયેલી આપ વિતી જણાવતા પોલીસ પણ ખડભળી ઉઠી હતી. 14 વર્ષની સગીરાએ કહ્યું કે તે ઘરે એકલી હતી, ત્યારે તેના સાવકા બાપે તેની ઉપર નજર બગડી બળાત્કાર ગુજાર્યો અને જેને પગલે સગીરા લોહીલુહાણ થઈ ગઈ. પોતાના ઉપર બનેલી આ અમાનવીય ઘટનાથી દુઃખી થઈને સગીરાએ પોતાની માતાને આ વાત કરી તો માતાએ દીકરીને ટેકો આપવાની જગ્યાએ તેણીને ચૂપ રહેવા અને મરી જવાની વાત કરી દીધી.
પોલીસે યુવતીની માતાની શોધખોળ હાથ ધરી
એટલું જ નહીં સાવકા પિતા એ તો હેવાનિયત આચરી જ પણ તેના મિત્રને ખબર પડી તો તે પણ આ સગીરાની ઉપર નજર બગાડી તેને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી. આ બધા અત્યાચારનો ભોગ બનેલી દીકરી પોલીસ સ્ટેશને પહોંચી અને ત્યારબાદ પોલીસને પોતાની આપવીતી જણાવી સગીરાની વાત સાંભળી પોલીસ પણ હરકતમાં આવી છે અને સાવકા પિતા તેમજ તેના નરાધમ મિત્રને પકડી લીધા છે. જોકે આ બધા વચ્ચે સગીરાની માતા ફરાર થઈ ગઈ છે. હાલ તો દીકરીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.