Rajkot શહેરમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, 6 જેટલી દુકાનોમાંથી ખાદ્ય તેલના નમૂના લેવાયા

Feb 4, 2025 - 15:00
Rajkot શહેરમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, 6 જેટલી દુકાનોમાંથી ખાદ્ય તેલના નમૂના લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ યથાવત છે. આરોગ્ય વિભાગ દ્વારા છ જેટલી જગ્યાએ ચેકિંગ હાથ ધકવામાં આવ્યું હતું. રૈયા રોડ, કોઠારીયા સહિતના ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે કપાસિયા, સિંગતેલ સહિત તેલના નમૂના લીધા છે.

રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા હાલ ફૂડ સેફટી પખવાડીયાની ઉજવણી થઇ રહી છે. ત્યારે વિભાગ દ્વારા મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલના નમૂના લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્ટોર અને દુકાનો, માર્કેટ યાર્ડમાંથી સીંગતેલ, કપાસીયા તેલ, તલનું તેલ, રાયડા સહિત 15 તેલના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, નવી મગફળીની આવક બાદ હવે તેલની સિઝન શરૂ થવાની છે.

લગ્ન સિઝન આવતાની સાથે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ફૂડ વિભાગે રાજકોટ શહેરના રૈયા રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ દુકાનોમાંથી ખાદ્ય તેલના નમૂના લેવાયા આવ્યા છે. ફૂડ વિભાગે રાજકોટ શહેરમાં 6 જેટલી દુકાનોમાંથી ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે.  કપાસિયા, સિંગતેલ સહિતના પેકિંગ તેલમાં ભળસેળ જણાતા તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0