Rajkot: લોકમેળા પર કલેક્ટરે સોય ઝાટકીને કહ્યું SOP તો નહિ બદલાય

રાઇડ્સ અંગેની SOPમાં કોઇ જાતનો ફેરફાર નહીં SOP લોકોની સુરક્ષા માટે તૈયાર : પ્રભવ જોષી જિલ્લા કલેક્ટર જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો રેસકોર્સના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાઇડ્સની SOPને લઇને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીનું મોટું નિવેદન છે કે રાઇડ્સ અંગેની SOPમાં કોઇપણ જાતનો ફેરફાર નહિ. SOP લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. આજે ૩-૩૦ વાગ્યે હરાજી છે, મને આશા છે કે રાઇડ્સધારકો હરાજીમાં ભાગ લેશે. રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે. રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો છે. તેમાં આઈસ્ક્રીમના સ્ટોલ ધારક તથા રાઇડ્સ સંચાલકોનો વિરોધ યથાવત છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ શરૂ થતા મામલો બિચક્યો છે. વેપારીઓને તંત્રએ વાટાઘાટા માટે બોલાવ્યા હતા. તેમાં વેપારીઓની નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી. તથા વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. જેમાં આજે ફરી હરાજી થવાની છે. રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મેળામાં રમકડાં ખાણીપીણી સહિત 121 સ્ટોલનો ડ્રો કરવામાં આવ્યો છે. જેમાં રાઇડ્સ અને આઈસ્ક્રીમના પ્લોટનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ થઇ રહ્યો છે તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ થઇ રહ્યો છે. વેપારીઓ દ્વારા બહિષ્કાર કરતા કલેક્ટર તંત્રએ સોમવારે વાટાઘાટા માટે બોલાવ્યા હતા. નિયમોમાં છૂટછાટ આપવાની માંગણી સાથે વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. રાજકોટ લોકમેળાને લઇ વહીવટી તંત્રની તૈયારી શરૂ થઇ છે. લોકમેળાનો લે આઉટ સામે આવ્યો છે. તેમાં લોકમેળાની ફરતે ઇમર્જન્સી બેલ્ટ બનાવાશે. દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં એન્ટ્રીગેટ, એક્ઝિટ માટે 5 રસ્તાઓ બનશે. આ વર્ષે સ્ટોલ્સ વચ્ચે 60 ફૂટનો રસ્તો રખાયો છે. લોકમેળામાં કુલ 14 ટાવર ઉભા કરવામાં આવશે. ડ્રોન કેમેરાથી લોકોની અવરજવર ઉપર નજર રખાશે. લોક મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જેમાં કોઈ દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો તાત્કાલિક પહોંચી શકે એ પ્રકારે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં દર વર્ષે 45 ફૂટનો રસ્તો હોય છે. રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ ઝૂમખાના રૂપમાં જોવા મળશે.

Rajkot: લોકમેળા પર કલેક્ટરે સોય ઝાટકીને કહ્યું  SOP તો નહિ બદલાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાઇડ્સ અંગેની SOPમાં કોઇ જાતનો ફેરફાર નહીં
  • SOP લોકોની સુરક્ષા માટે તૈયાર : પ્રભવ જોષી જિલ્લા કલેક્ટર
  • જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો

રેસકોર્સના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાઇડ્સની SOPને લઇને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીનું મોટું નિવેદન છે કે રાઇડ્સ અંગેની SOPમાં કોઇપણ જાતનો ફેરફાર નહિ. SOP લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. આજે ૩-૩૦ વાગ્યે હરાજી છે, મને આશા છે કે રાઇડ્સધારકો હરાજીમાં ભાગ લેશે. રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે.

રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો

રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ શરૂ થયો છે. તેમાં આઈસ્ક્રીમના સ્ટોલ ધારક તથા રાઇડ્સ સંચાલકોનો વિરોધ યથાવત છે. તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ શરૂ થતા મામલો બિચક્યો છે. વેપારીઓને તંત્રએ વાટાઘાટા માટે બોલાવ્યા હતા. તેમાં વેપારીઓની નિયમોમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી. તથા વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. જેમાં આજે ફરી હરાજી થવાની છે. રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મેળામાં રમકડાં ખાણીપીણી સહિત 121 સ્ટોલનો ડ્રો કરવામાં આવ્યો છે. જેમાં રાઇડ્સ અને આઈસ્ક્રીમના પ્લોટનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ થઇ રહ્યો છે

તંત્ર દ્વારા બનાવાયેલા આકરા નિયમોનો વિરોધ થઇ રહ્યો છે. વેપારીઓ દ્વારા બહિષ્કાર કરતા કલેક્ટર તંત્રએ સોમવારે વાટાઘાટા માટે બોલાવ્યા હતા. નિયમોમાં છૂટછાટ આપવાની માંગણી સાથે વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો હતો. રાજકોટ લોકમેળાને લઇ વહીવટી તંત્રની તૈયારી શરૂ થઇ છે. લોકમેળાનો લે આઉટ સામે આવ્યો છે. તેમાં લોકમેળાની ફરતે ઇમર્જન્સી બેલ્ટ બનાવાશે. દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં એન્ટ્રીગેટ, એક્ઝિટ માટે 5 રસ્તાઓ બનશે. આ વર્ષે સ્ટોલ્સ વચ્ચે 60 ફૂટનો રસ્તો રખાયો છે. લોકમેળામાં કુલ 14 ટાવર ઉભા કરવામાં આવશે. ડ્રોન કેમેરાથી લોકોની અવરજવર ઉપર નજર રખાશે. લોક મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જેમાં કોઈ દુર્ઘટના સમયે એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનો તાત્કાલિક પહોંચી શકે એ પ્રકારે ઇમરજન્સી બેલ્ટ બનાવાશે. લોકમેળામાં દર વર્ષે 45 ફૂટનો રસ્તો હોય છે. રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ ઝૂમખાના રૂપમાં જોવા મળશે.