Amreliમા ડોકટરોની કેન્ડલમાર્ચ દરમિયાન ડો.જી.જે.ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢતા લોકો ગભરાયા
જી.જે.ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢી હતી લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુનો નોંધાયો કેન્ડલ માર્ચમાં જી.જે.ગજેરાએ કાઢી હતી રિવોલ્વર દેશભરમા ડોકટરોની હડતાળ ચાલી રહી છે,ત્યારે ગઈકાલે સાંજે અમરેલીમાં ડોકટરોએ ભેગા મળીને કેન્ડલમાર્ચ યોજી હતી,તે દરમિયાન ડોકટર જી.જે ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢતા તેમની સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે,અમરેલીના રાજકમલ ચોકમાં રિવોલ્વર કાઢી સ્વરક્ષણનો મેસેજ આપ્યો હતો. એસપીને વાત ધ્યાને આવતા નોંધ્યો ગુનો રિવોલ્વરનો વીડિયો વાયરલ થતા SP હિમકર સિંહ દ્વારા ઘટનાની ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા હતા અને પોલીસે તપાસ કરી ડોકટર સામે ગુનો નોંધ્યો હતો,ડોક્ટર જી.જે.ગજેરા સ્વરક્ષણ હથિયાર રિવોલ્વર રાખે છે તેવુ સામે આવ્યું છે,બીજી તરફ પોલીસે આર્મસ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.ડો જી.જે. ગજેરા અમરેલી IMAનાં અમરેલીના અધ્યક્ષ અને અમરેલી જિલ્લાનાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં પ્રમુખ પણ છે. ડોક્ટરોની કેન્ડલ માર્ચમાં ડો. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવીને જાતે રક્ષક બનવાની વાત કરી હતી. ગઈકાલે યોજાઈ હતી રેલી કોલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમાં વિરોધ જોવા મળ્યો છે,સાથે સાથે ગઈકાલે અમરેલીમાં રેલી યોજાઈ હતી જેમાં ડોકટર ગજેરા દ્રારા હાથમાં રિવોલ્વર આકાશ તરફ રાખી હતી અને કહ્યું હતુ કે અગામી સમયે ડોકટરોએ રિવોલ્વર લઈને આવવુ પડશે તેવો સમય પણ આવે તો નવાઈ નહી,તો ડોકટર ગજેરાએ દિકરીઓને સ્વસંરક્ષણનો મેસેજ આપ્યો હતો. દેશભરમાં ડોકટરોનો વિરોધ માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના ડોકટરો હડતાળ કરી રહ્યાં છે,હાલ માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ છે બાકી તમામ સેવાઓ બંધ કરાઈ છે.IMA ( ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશ ) દ્વારા રેલી યોજી ન્યાયની માંગ કરવામાં આવશે,કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય આપાવવા ડોકટરો મેદાનમાં ઉતર્યા છે અને આજે ડોકટરોની હડતાળનો બીજો દિવસ છે,અમદાવાદ અને સુરતમાં હાલ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને અસર પડી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જી.જે.ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢી હતી
- લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુનો નોંધાયો
- કેન્ડલ માર્ચમાં જી.જે.ગજેરાએ કાઢી હતી રિવોલ્વર
દેશભરમા ડોકટરોની હડતાળ ચાલી રહી છે,ત્યારે ગઈકાલે સાંજે અમરેલીમાં ડોકટરોએ ભેગા મળીને કેન્ડલમાર્ચ યોજી હતી,તે દરમિયાન ડોકટર જી.જે ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢતા તેમની સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે,અમરેલીના રાજકમલ ચોકમાં રિવોલ્વર કાઢી સ્વરક્ષણનો મેસેજ આપ્યો હતો.
એસપીને વાત ધ્યાને આવતા નોંધ્યો ગુનો
રિવોલ્વરનો વીડિયો વાયરલ થતા SP હિમકર સિંહ દ્વારા ઘટનાની ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા હતા અને પોલીસે તપાસ કરી ડોકટર સામે ગુનો નોંધ્યો હતો,ડોક્ટર જી.જે.ગજેરા સ્વરક્ષણ હથિયાર રિવોલ્વર રાખે છે તેવુ સામે આવ્યું છે,બીજી તરફ પોલીસે આર્મસ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.ડો જી.જે. ગજેરા અમરેલી IMAનાં અમરેલીના અધ્યક્ષ અને અમરેલી જિલ્લાનાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં પ્રમુખ પણ છે. ડોક્ટરોની કેન્ડલ માર્ચમાં ડો. ગજેરાએ જાહેરમાં પિસ્તોલ બતાવીને જાતે રક્ષક બનવાની વાત કરી હતી.
ગઈકાલે યોજાઈ હતી રેલી
કોલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમાં વિરોધ જોવા મળ્યો છે,સાથે સાથે ગઈકાલે અમરેલીમાં રેલી યોજાઈ હતી જેમાં ડોકટર ગજેરા દ્રારા હાથમાં રિવોલ્વર આકાશ તરફ રાખી હતી અને કહ્યું હતુ કે અગામી સમયે ડોકટરોએ રિવોલ્વર લઈને આવવુ પડશે તેવો સમય પણ આવે તો નવાઈ નહી,તો ડોકટર ગજેરાએ દિકરીઓને સ્વસંરક્ષણનો મેસેજ આપ્યો હતો.
દેશભરમાં ડોકટરોનો વિરોધ
માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના ડોકટરો હડતાળ કરી રહ્યાં છે,હાલ માત્ર તાત્કાલિક સેવાઓ જ ચાલુ છે બાકી તમામ સેવાઓ બંધ કરાઈ છે.IMA ( ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસિએશ ) દ્વારા રેલી યોજી ન્યાયની માંગ કરવામાં આવશે,કોલકાતા મહિલા ડોક્ટરને ન્યાય આપાવવા ડોકટરો મેદાનમાં ઉતર્યા છે અને આજે ડોકટરોની હડતાળનો બીજો દિવસ છે,અમદાવાદ અને સુરતમાં હાલ ડોકટરો હડતાળ પર ઉતરતા મેડીકલ સેવાને અસર પડી રહી છે.