Rajkot: લાંચિયા અધિકારી સામે કોંગ્રેસનો હોબાળો, ઓફિસ બહાર ગંગાજળ છાંટી કર્યો વિરોધ

અનિલ મારુ ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા હતાકોંગ્રેસે ગંગાજળ છાંટીને ઓફિસને પવિત્ર કરી RMCમાં લાંચિયા અધિકારીઓની બોલબાલા: કોંગ્રેસ રાજકોટમાં ગઈકાલે વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં લાંચિયા અધિકારી સામે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને કોંગ્રેસ દ્વારા મનપામાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ઓફિસ બહાર ગંગાજળ છાંટવામાં આવ્યું છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ઓફિસ બહાર ગંગાજળ છાંટીને ઓફિસને પવિત્ર કરી ઉલ્લેખનીય છે કે ફાયર અધિકારી અનિલ મારૂ ઓફિસમાં જ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે કોંગ્રેસે ઓફિસ બહાર ગંગાજળ છાંટીને ઓફિસને પવિત્ર કરી છે અને કોંગ્રેસે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે RMCમાં લાંચિયા અધિકારીઓની બોલબાલા છે. કોંગ્રેસે સવાલ કરતા કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા છે કે ભ્રષ્ટ અધિકારીઓનું કેન્દ્ર, અગાઉ પણ ટીપી વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓ જેલમાં છે, ફાયર બ્રિગેડના સસ્પેન્ડેડ અધિકારીઓ પણ જેલમાં છે. લાંચિયા ફાયર અધિકારીને ACBએ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો તમને જણાવી દઈએ કે રાજકોટમાં સાગઠિયા બાદ વધુ એક લાંચિયો અધિકારી શહેરમાંથી ઝડપાયો છે, ગઈકાલે જ લાંચિયા ફાયર અધિકારીને ACBએ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. વિગતે વાત કરવામાં આવે તો ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર NOC આપવા માટે રૂપિયા 3 લાખની લાંચની માગણી કરી હતી, જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACBએ અધિકારીને રંગેહાથ ઝડપી લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. અધિકારીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખોટા ધંધા બંધ કરી દેવા માટે ચેતવણી આપવામાં આવી હતી ACBએ આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ફાયર અધિકારીના ભાઈ-ભાભી પણ 2 વર્ષ અગાઉ લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે ફાયર અધિકારીને થોડા દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખોટા ધંધા બંધ કરી દેવા માટે ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં આ લાંચિયો અધિકારીએ સુધરવાનું નામ લીધુ નહતું અને લાંચિયો વહીવટ શરૂ કરી દીધો હતો.

Rajkot: લાંચિયા અધિકારી સામે કોંગ્રેસનો હોબાળો, ઓફિસ બહાર ગંગાજળ છાંટી કર્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અનિલ મારુ ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા હતા
  • કોંગ્રેસે ગંગાજળ છાંટીને ઓફિસને પવિત્ર કરી
  • RMCમાં લાંચિયા અધિકારીઓની બોલબાલા: કોંગ્રેસ

રાજકોટમાં ગઈકાલે વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં લાંચિયા અધિકારી સામે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને કોંગ્રેસ દ્વારા મનપામાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ઓફિસ બહાર ગંગાજળ છાંટવામાં આવ્યું છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે ઓફિસ બહાર ગંગાજળ છાંટીને ઓફિસને પવિત્ર કરી

ઉલ્લેખનીય છે કે ફાયર અધિકારી અનિલ મારૂ ઓફિસમાં જ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે કોંગ્રેસે ઓફિસ બહાર ગંગાજળ છાંટીને ઓફિસને પવિત્ર કરી છે અને કોંગ્રેસે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે RMCમાં લાંચિયા અધિકારીઓની બોલબાલા છે. કોંગ્રેસે સવાલ કરતા કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા છે કે ભ્રષ્ટ અધિકારીઓનું કેન્દ્ર, અગાઉ પણ ટીપી વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓ જેલમાં છે, ફાયર બ્રિગેડના સસ્પેન્ડેડ અધિકારીઓ પણ જેલમાં છે.

લાંચિયા ફાયર અધિકારીને ACBએ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો

તમને જણાવી દઈએ કે રાજકોટમાં સાગઠિયા બાદ વધુ એક લાંચિયો અધિકારી શહેરમાંથી ઝડપાયો છે, ગઈકાલે જ લાંચિયા ફાયર અધિકારીને ACBએ રૂપિયા 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. વિગતે વાત કરવામાં આવે તો ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર NOC આપવા માટે રૂપિયા 3 લાખની લાંચની માગણી કરી હતી, જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACBએ અધિકારીને રંગેહાથ ઝડપી લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા.

અધિકારીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખોટા ધંધા બંધ કરી દેવા માટે ચેતવણી આપવામાં આવી હતી

ACBએ આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ફાયર અધિકારીના ભાઈ-ભાભી પણ 2 વર્ષ અગાઉ લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે ફાયર અધિકારીને થોડા દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખોટા ધંધા બંધ કરી દેવા માટે ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં આ લાંચિયો અધિકારીએ સુધરવાનું નામ લીધુ નહતું અને લાંચિયો વહીવટ શરૂ કરી દીધો હતો.