Rajkot: બેકરીમાંથી નાનખટાઈ ખરીદી અને મૃત માખી નીકળી

પાટીદાર ચોક નજીક દુકાનમાંથી ખરીદી હતી નાનખટાઇ બેકરી સંચાલકને રજૂઆત કરતા ઉડાઉ જવાબ આપ્યો ગ્રાહક પૈસાની માંગણી કરીને ધમકાવતા હતા: દુકાનદાર રાજકોટમાં નાનખટાઈમાં મૃત માખી નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં પાટીદાર ચોક નજીક દુકાનમાંથી નાનખટાઇ ખરીદી હતી. તેમાં બેકરી સંચાલકને રજૂઆત કરતા ઉડાઉ જવાબ આપ્યો છે. ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે. દુકાનદારે જણાવ્યું છે કે ગ્રાહક પૈસાની માંગણી કરીને ધમકાવતા હતા. પૈસા આપવા તૈયાર થયા તો 10 હજારની માંગણી કરી હતી. ફૂડ વિભાગના દરોડા, બદનામ કરવાની ધમકી આપી હતી ફૂડ વિભાગના દરોડા, બદનામ કરવાની ધમકી આપી હતી. તેમજ અમે ફૂડ વિભાગની ગાઇડલાઇનનું પાલન કરીએ છીએ. રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા નાનખટાઈ વિક્રેતાને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. દુકાનમાં ખાદ્ય પદાર્થ અને બેકારી આઇટમોનું ચેકીંગ કરવામાં આવ્યુ છે. દુકાનદારનો આરોપ છે તે નાનખટાઈની અંદર માખી અંગે ગ્રાહક પૈસાની માંગણી કરી અમને ધમકાવતા હતા. તથઆ પૈસા પરત આપવાની તૈયારી કરી તો 10 હજારની રકમ માગી હતી. અમને ફૂડ વિભાગના દરોડા પાડવા અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેમાં આ પ્રકારના નિવેદનો દુકાનદારે પોતાના બચાવપક્ષ માટે કરેલ છે. રાજકોટમાં ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું અગાઉ રાજકોટમાં ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી એક ગ્રાહકે તરત જ ખીર બની જાય તેવો પાવડર ખરીદ્યો હતો. જોકે, તેમાંથી જીવાત નીકળતા ગ્રાહક રોષે ભરાયા હતા. છેલ્લી તારીખ પૂરી થઈ ન હોવા છતાં પાવડરમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વેચાણ કર્તા સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વાસી અખાદ્ય ફૂડ વચ્ચે તૈયાર ખોરાકના પેકેટસ પણ અખાદ્ય હોવાનું સામે આવ્યુ છે. જેને લીધે ગ્રાહકોએ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. રાજકોટમાં રહેતા હિમા વિકમાએ જણાવ્યું હતું કે, અમે ગયા મહિને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી MTRનું વર્નીસિલ પેકેટ ખરીદ્યુ હતું. ખીર બનાવવા માટે તે પેકેટ ખોલતા તેમાંથી નાની જીવાત અને ધનેડા નીકળ્યા હતા અને તે પેકેટની એક્સપાયરી ડેટ જોઈ તો તે સપ્ટેમ્બર મહિનાની હતી. એટલે કે આ તારીખને પૂર્ણ થવામાં દોઢ માસનો સમય બાકી હતો. આ પ્રકારના બિન આરોગ્યપ્રદ ફૂડ પેકેટથી આરોગ્ય જોખમાઈ તેવી સ્થિતિ ઉભી થઈ હતી. જોકે, પેકેટ ખોલ્યા બાદ ધ્યાનથી જોતા જીવાત નજરે પડી હતી.

Rajkot: બેકરીમાંથી નાનખટાઈ ખરીદી અને મૃત માખી નીકળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટીદાર ચોક નજીક દુકાનમાંથી ખરીદી હતી નાનખટાઇ
  • બેકરી સંચાલકને રજૂઆત કરતા ઉડાઉ જવાબ આપ્યો
  • ગ્રાહક પૈસાની માંગણી કરીને ધમકાવતા હતા: દુકાનદાર

રાજકોટમાં નાનખટાઈમાં મૃત માખી નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં પાટીદાર ચોક નજીક દુકાનમાંથી નાનખટાઇ ખરીદી હતી. તેમાં બેકરી સંચાલકને રજૂઆત કરતા ઉડાઉ જવાબ આપ્યો છે. ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે. દુકાનદારે જણાવ્યું છે કે ગ્રાહક પૈસાની માંગણી કરીને ધમકાવતા હતા. પૈસા આપવા તૈયાર થયા તો 10 હજારની માંગણી કરી હતી.

ફૂડ વિભાગના દરોડા, બદનામ કરવાની ધમકી આપી હતી

ફૂડ વિભાગના દરોડા, બદનામ કરવાની ધમકી આપી હતી. તેમજ અમે ફૂડ વિભાગની ગાઇડલાઇનનું પાલન કરીએ છીએ. રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા નાનખટાઈ વિક્રેતાને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. દુકાનમાં ખાદ્ય પદાર્થ અને બેકારી આઇટમોનું ચેકીંગ કરવામાં આવ્યુ છે. દુકાનદારનો આરોપ છે તે નાનખટાઈની અંદર માખી અંગે ગ્રાહક પૈસાની માંગણી કરી અમને ધમકાવતા હતા. તથઆ પૈસા પરત આપવાની તૈયારી કરી તો 10 હજારની રકમ માગી હતી. અમને ફૂડ વિભાગના દરોડા પાડવા અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેમાં આ પ્રકારના નિવેદનો દુકાનદારે પોતાના બચાવપક્ષ માટે કરેલ છે.

રાજકોટમાં ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું

અગાઉ રાજકોટમાં ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી એક ગ્રાહકે તરત જ ખીર બની જાય તેવો પાવડર ખરીદ્યો હતો. જોકે, તેમાંથી જીવાત નીકળતા ગ્રાહક રોષે ભરાયા હતા. છેલ્લી તારીખ પૂરી થઈ ન હોવા છતાં પાવડરમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વેચાણ કર્તા સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વાસી અખાદ્ય ફૂડ વચ્ચે તૈયાર ખોરાકના પેકેટસ પણ અખાદ્ય હોવાનું સામે આવ્યુ છે. જેને લીધે ગ્રાહકોએ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. રાજકોટમાં રહેતા હિમા વિકમાએ જણાવ્યું હતું કે, અમે ગયા મહિને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી MTRનું વર્નીસિલ પેકેટ ખરીદ્યુ હતું. ખીર બનાવવા માટે તે પેકેટ ખોલતા તેમાંથી નાની જીવાત અને ધનેડા નીકળ્યા હતા અને તે પેકેટની એક્સપાયરી ડેટ જોઈ તો તે સપ્ટેમ્બર મહિનાની હતી. એટલે કે આ તારીખને પૂર્ણ થવામાં દોઢ માસનો સમય બાકી હતો. આ પ્રકારના બિન આરોગ્યપ્રદ ફૂડ પેકેટથી આરોગ્ય જોખમાઈ તેવી સ્થિતિ ઉભી થઈ હતી. જોકે, પેકેટ ખોલ્યા બાદ ધ્યાનથી જોતા જીવાત નજરે પડી હતી.