Rajkot મેયરને સરકારી ગાડીમાં મહાકુંભનો પ્રવાસ મોંઘો પડયો, મનપાએ ફટકાર્યું મસમોટું બિલ
રાજકોટ મહાનગરપાલિકાએ મેયર નયનાબેનને મહાકુંભના પ્રવાસ માટે મસમોટું બિલ ફટકાયું. મેયર નયનાબેન પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં જવા સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો. સરકારી ગાડીને લઈને પોતાનો ખાનગી પ્રવાસ કરતાં મેયર નયનાબેન વિવાદમાં આવ્યા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગાડી પર સાયરનનો વિવાદ શમ્યો નથી ત્યાં રાજકોટના મેયર સરકારી ગાડીમાં ખાનગી પ્રવાસ કરતા પદનો દુરુપયોગ થતો હોવાની ચર્ચા ઉઠી. વિવાદને પગલે મનપાએ મેયરને મોટું બિલ ફટકાર્યું.સરકારી વાહનો પણ વિવાદમાંરાજ્યના સરકારી વાહનો આજે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. રાજકોટના મેયર સરકારી ગાડીમાં મહાકુંભમાં જતા વિવાદમાં સપડાયા. સરકારી વાહનનો ઉપયોગ કરવાને લઈને મહાનગર પાલિકાએ મેયરને 34780 રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું. મેયર દ્વારા 10 રૂપિયા પ્રતિકીમીના પૈસા ચૂકવી દેવામાં આવ્યા. વિવાદમાં સપડાયેલ મેયર મનપાએ ફટકારેલા બિલને લઈને પ્રતિક્રિયા આપી. મેયરની પ્રતિક્રિયામેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું કે આ વર્ષે યોજાઈ રહેલ મહાકુંભ બહુ ખાસ છે. 144 વર્ષ બાદ આ મહાકુંભ આવતો હોવાથી અમે પણ લાભ લેવા પ્રયાગરાજ ગયા. સરકારી ગાડીમાં પ્રવાસ કરતાં પહેલા મે મનપાની મંજૂરી લીધી હતી. તેમની મંજૂરી બાદ જ મહાકુંભમાં જવા સરકારી ગાડીનો ઉપયોગ કર્યો. એ પહેલા ખાનગી ગાડીની બહુ તપાસ કરી પણ ના મળી.2 રૂપિયાની વાત વાહિયાત છે તેનો કયાંય ઉલ્લેખ નથી. 2 રૂપિયાની વાત કરી મને ટાર્ગેટ કરાઈ રહી છે. જે ભાવ સરકારે નક્કી કર્યો તે મેં ભરી દીધો છે. વિવાદને લઈને આક્ષેપવધુમાં તેમણે આ વિવાદ વધારવા પર નામ લીધા વગર કેટલાક લોકો પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે આટલો હોબાળો કર્યો છે એ મારા માટે અયોગ્ય છે. મહિલા મેયર તરીકેની ગરિમા જળવાઈ નહીં. સંભવત મહિલા મેયર હોવાથી જ વિવાદ આટલો ચગ્યો છે. પાર્ટી જે પણ સવાલ પૂછશે તેનો જવાબ આપવા તૈયાર છું. મોવડી મંડળ મોકો આપે તો ખુલ્લા મનથી તમામ માહિતી આપીશ. મેયરને મહાકુંભમાં સ્નાન ભારે પડ્યું. મહાકુંભમાં જવા સરકારી વાહનનો ઉપયોગ કરવા બદલ 3478 કિલોમીટરના પ્રવાસનું પ્રતિ કિમી 10 રૂપિયા લેખે 34780 રૂપિયા બિલ ચૂકવવું પડયું. ખાનગી કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો તો હવે સરકારને બિલ ચૂકવો તેમ મનપાએ મોટું બિલ ફટકારી અન્ય અધિકારીઓ માટે પણ દાખલો બેસાડ્યો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ મહાનગરપાલિકાએ મેયર નયનાબેનને મહાકુંભના પ્રવાસ માટે મસમોટું બિલ ફટકાયું. મેયર નયનાબેન પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં જવા સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હતો. સરકારી ગાડીને લઈને પોતાનો ખાનગી પ્રવાસ કરતાં મેયર નયનાબેન વિવાદમાં આવ્યા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગાડી પર સાયરનનો વિવાદ શમ્યો નથી ત્યાં રાજકોટના મેયર સરકારી ગાડીમાં ખાનગી પ્રવાસ કરતા પદનો દુરુપયોગ થતો હોવાની ચર્ચા ઉઠી. વિવાદને પગલે મનપાએ મેયરને મોટું બિલ ફટકાર્યું.
સરકારી વાહનો પણ વિવાદમાં
રાજ્યના સરકારી વાહનો આજે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. રાજકોટના મેયર સરકારી ગાડીમાં મહાકુંભમાં જતા વિવાદમાં સપડાયા. સરકારી વાહનનો ઉપયોગ કરવાને લઈને મહાનગર પાલિકાએ મેયરને 34780 રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું. મેયર દ્વારા 10 રૂપિયા પ્રતિકીમીના પૈસા ચૂકવી દેવામાં આવ્યા. વિવાદમાં સપડાયેલ મેયર મનપાએ ફટકારેલા બિલને લઈને પ્રતિક્રિયા આપી.
મેયરની પ્રતિક્રિયા
મેયર નયનાબેન પેઢડીયાએ કહ્યું કે આ વર્ષે યોજાઈ રહેલ મહાકુંભ બહુ ખાસ છે. 144 વર્ષ બાદ આ મહાકુંભ આવતો હોવાથી અમે પણ લાભ લેવા પ્રયાગરાજ ગયા. સરકારી ગાડીમાં પ્રવાસ કરતાં પહેલા મે મનપાની મંજૂરી લીધી હતી. તેમની મંજૂરી બાદ જ મહાકુંભમાં જવા સરકારી ગાડીનો ઉપયોગ કર્યો. એ પહેલા ખાનગી ગાડીની બહુ તપાસ કરી પણ ના મળી.2 રૂપિયાની વાત વાહિયાત છે તેનો કયાંય ઉલ્લેખ નથી. 2 રૂપિયાની વાત કરી મને ટાર્ગેટ કરાઈ રહી છે. જે ભાવ સરકારે નક્કી કર્યો તે મેં ભરી દીધો છે.
વિવાદને લઈને આક્ષેપ
વધુમાં તેમણે આ વિવાદ વધારવા પર નામ લીધા વગર કેટલાક લોકો પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે આટલો હોબાળો કર્યો છે એ મારા માટે અયોગ્ય છે. મહિલા મેયર તરીકેની ગરિમા જળવાઈ નહીં. સંભવત મહિલા મેયર હોવાથી જ વિવાદ આટલો ચગ્યો છે. પાર્ટી જે પણ સવાલ પૂછશે તેનો જવાબ આપવા તૈયાર છું. મોવડી મંડળ મોકો આપે તો ખુલ્લા મનથી તમામ માહિતી આપીશ. મેયરને મહાકુંભમાં સ્નાન ભારે પડ્યું. મહાકુંભમાં જવા સરકારી વાહનનો ઉપયોગ કરવા બદલ 3478 કિલોમીટરના પ્રવાસનું પ્રતિ કિમી 10 રૂપિયા લેખે 34780 રૂપિયા બિલ ચૂકવવું પડયું. ખાનગી કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો તો હવે સરકારને બિલ ચૂકવો તેમ મનપાએ મોટું બિલ ફટકારી અન્ય અધિકારીઓ માટે પણ દાખલો બેસાડ્યો...