Rajkot: પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થથી પતિની કરી હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ કથળતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં એક બાદ એક હત્યા થવાના કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રાત્રિના ખૂની ખેલ ખેલાયો હતો, ત્યારે શું છે સમગ્ર ઘટના આવો જાણો આ અહેવાલમાં.પત્નીના પ્રેમીએ યુવકની કરી હત્યા રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ જેતપુર તાલુકાના પેઢલા ગામના વતની હીસ્ટ્રીશીટની તેના પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીની ક્લાકોમાં હત્યારા રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. મૃતકની પત્ની કોની સાથે રહેશે તે બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી. મૂળ જેતપુર તાલુકાના પેઢલા ગામના વતની અને હાલ રાજકોટમાં રખડતું ભટકતું જીવન જીવતા મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી નામના 40 વર્ષના યુવકનો 80 ફૂટ રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી માથામાં ઈજા અને કાનમાંથી લોહી વહેતું હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીસીપી જગદીશ બંગરવા તથા થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા સહિતનો સ્ટાફ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો પોલીસે મૃતક મુકેશભાઈ ગુજરાતીને બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા વ્યક્ત કરી મુકેશભાઈ ગુજરાતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુકેશભાઈ ગુજરાતી મૂળ જેતપુરના પેઢલા ગામનો વતની હતો અને દારૂ, લૂંટ અને હત્યા જેવા ગુનામાં હિસ્ટ્રીશીટર હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તેની પત્નીને સંજય નામના રીક્ષા ચાલક સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે મુકેશભાઈ ગુજરાતી અને રીક્ષા ચાલક સંજય ઉર્ફે સાગર મનસુખ મકવાણા વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઘણા સમયથી ચાલી રહ્યો હતો ઝઘડો બાદમાં રીક્ષા ચાલક સંજયે મુકેશભાઈ ગુજરાતીની હત્યા કરી હોવાની શંકાએ પોલીસે તેને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. મૃતક મુકેશ અરજણ ગુજરાતી મુળ જેતપુરના પેઢલા ગામનો વતની હતો અને તેની પત્નીને રીક્ષાચાલક સંજય સાથે પ્રેમ સંબંધ હોય પત્ની કોની સાથે રહેશે તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મુકેશની પત્ની થોડા દિવસ સંજય સાથે અને થોડા દિવસ મુકેશ સાથે રહેતી હોય જે બાબતે ઘણા વખતથી ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો અને મુકેશની તેની પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ કથળતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં એક બાદ એક હત્યા થવાના કારણે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રાત્રિના ખૂની ખેલ ખેલાયો હતો, ત્યારે શું છે સમગ્ર ઘટના આવો જાણો આ અહેવાલમાં.
પત્નીના પ્રેમીએ યુવકની કરી હત્યા
રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ જેતપુર તાલુકાના પેઢલા ગામના વતની હીસ્ટ્રીશીટની તેના પત્નીના પ્રેમીએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીની ક્લાકોમાં હત્યારા રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. મૃતકની પત્ની કોની સાથે રહેશે તે બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી. મૂળ જેતપુર તાલુકાના પેઢલા ગામના વતની અને હાલ રાજકોટમાં રખડતું ભટકતું જીવન જીવતા મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી નામના 40 વર્ષના યુવકનો 80 ફૂટ રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી માથામાં ઈજા અને કાનમાંથી લોહી વહેતું હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીસીપી જગદીશ બંગરવા તથા થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા સહિતનો સ્ટાફ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો
પોલીસે મૃતક મુકેશભાઈ ગુજરાતીને બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા વ્યક્ત કરી મુકેશભાઈ ગુજરાતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુકેશભાઈ ગુજરાતી મૂળ જેતપુરના પેઢલા ગામનો વતની હતો અને દારૂ, લૂંટ અને હત્યા જેવા ગુનામાં હિસ્ટ્રીશીટર હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તેની પત્નીને સંજય નામના રીક્ષા ચાલક સાથે પ્રેમ સંબંધ હતો. જેના કારણે મુકેશભાઈ ગુજરાતી અને રીક્ષા ચાલક સંજય ઉર્ફે સાગર મનસુખ મકવાણા વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.
ઘણા સમયથી ચાલી રહ્યો હતો ઝઘડો
બાદમાં રીક્ષા ચાલક સંજયે મુકેશભાઈ ગુજરાતીની હત્યા કરી હોવાની શંકાએ પોલીસે તેને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. મૃતક મુકેશ અરજણ ગુજરાતી મુળ જેતપુરના પેઢલા ગામનો વતની હતો અને તેની પત્નીને રીક્ષાચાલક સંજય સાથે પ્રેમ સંબંધ હોય પત્ની કોની સાથે રહેશે તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મુકેશની પત્ની થોડા દિવસ સંજય સાથે અને થોડા દિવસ મુકેશ સાથે રહેતી હોય જે બાબતે ઘણા વખતથી ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો અને મુકેશની તેની પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખી હતી.